________________ 162 ઓળખી. તે કેમ પિતાને છુપાવીને મને ઠગી ! હે અનશે! જો ભાગ્ય વેગથી દુર્દશા ! આવી જાય તે પણ માતૃકુલમાં લજજા શાની? હે પુત્રી? શું તારા વડે નલ મૂકાય કે તને નલે ડી? નિશ્ચયથી તને છેડી છે. તું તે સતી છે તેને તું ના છેડે. જે. તારા વડે દુર્દશામાં પડેલા નલને છેડાય તે નિશ્ચયથી સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે. રેનલઆને શા માટે છોડી. મારી પાસે એને કેમ ન મોકલી. આ જે મહાસતી તારી પત્નીને તે એકાકી મુકી શું આ તારે કુલને ઉચિત હતું? હે વત્સ ! હું તારા દુઃખને ગ્રહણ કરું છું. મેં તને ન ઓળખી, તે મારા અપરાધને તું ખમ. હે સતી ! અંધકાર રૂપી સપના માટે ગરૂડ સમાન તારા ભાલ ઉપર સહજ પ્રગટેલું તે તિલક કયાં? એમ કહીને પોતાના મુખના ઘૂંક વડે તેના કપાળને લુછ્યું. તે જ સમયે અગ્નિમાંથી બહાર કાઢેલા સુવર્ણના પિડની જેમ અને મેઘથી મુકાયેલા સૂર્યની જેમ તેનું તિલક અત્યંત પ્રકાશિત થયું. તે પછી ચન્દ્રયશા દેવીએ પિતાના હાથે દવદન્તીને સ્નાન કરાવ્યું. તે પછી માસીએ આપેલા ઘણા મનહર ચકલવસ્ત્રો દવદન્તીએ પહેર્યા. પ્રીતિપૂર્વક હર્ષના જલની અધિકતાવાળી ચંદ્રયશા દેવી દવદતીને હાથથી પકડીને રાજાની પાસે બેઠી. અને ત્યારે સૂર્ય અસ્ત થયે. સુઈપણ ન દેખાય એવા અંધારા વડે સર્વ આકાશ વ્યાપ્ત થયું. પરંતુ રાજાની સભામાં તે અંધકારે દબદતીના તિલકના તેજ રૂપી પહરેદાર વડે રોકાયેલાની જેમ પ્રવેશ ન કર્યો. રાજાએ ચંદ્રયશા દેવીને કહ્યું, સૂર્ય અસ્ત થયો, અહીં દીપક નથી, અગ્નિ પણ નથી. તે પૂર્ણ