________________ 190 માટે બાહર ગયા, કાષ્ટવડે ગાડું ભરીને મોટો ભાઈ આગળ ચાલે ત્યારે માર્ગમાં લેટતી ચક્કલુંડા નામની મોટી સર્પિણી જોઈ તેને જોઈને તે ગાડાના સારથી નાના ભાઈને કહ્યું. ભાઈ! આ બિચારી ચકલુંડાને ગાડીથી રક્ષજે. તે સાંભળીને તે સપિણી હર્ષિત થઈ વિશ્વાસ ભાગ થઈ ત્યાં આવેલા નાના ભાઈ એ તેને જોઈને આ પ્રમાણે બોલ્યો : આ મોટાએ રક્ષેલી છે તે પણ હું એના હાડકાના -ભંગના સ્વરને હર્ષ પૂર્વક સાંભળવા માટે આના ઉપર ગાડું લઈ જઈશ અને તે કુરે તેમ કર્યું તે સાંભળીને તેણી ચક્કલંડાએ કઈ પણ આ મારે વૈરી એમ ચિંતવતી મરીને હે શ્રેણિક આ તારી પત્ની થઈ છે. તે જયેષ્ઠ ભાઈ આને પુત્ર લલિત થયો. પૂર્વમાં રક્ષા કરવાના કારણે તેને ઘણે જ વલ્લભ છે અને નાનો ભાઈ પણ એને પુત્ર ગંગદત્ત પુર્વના વૈરના કારણે અનિષ્ટ થયો. પ્રિય-અપ્રિયપણું પૂર્વકર્મથી થયું. તે તે અન્યથા થતું નથી. તે પછી વિરકત થયેલા પિતા-પુત્રો તે ત્રણે જણાએ પણ દીક્ષા લીધી. શેઠ અને લલિત બને જણા મહાશુક દેવલેકમાં ગયા. અને ગંગદત્ત માતાની અપ્રિયતાને યાદ કરતો વિશ્વવલ્લભ પણાનું નિદાન કરીને અને મરીને મહાશુક દેવલેકે ગયો. તે પછી મહાશુક દેવકથી ચ્યવીને લલિતને જીવ વસુદેવની પત્ની રોહિણીની કુક્ષીમાં અવતર્યો. શહિણએ રાત્રીના છેલ્લા પ્રહરમાં ગજ-સિંહ-ચંદ્ર અને સમદ્ર એ ચાર સ્વનો બલદેવ જન્મને સૂચિત કરનાર જોયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust