________________ 192 કાર્ય કરીને પાછા વળતાં તે તેને જોઈને ગ્રહણ કર્યો. અને સ્નેહવડે તેને વૈતાઢયપર્વત લઈ ગયા. તે દેવો વડે સ્તભિત છાયાવાળે તે અશોકવૃક્ષ ત્યારથી “છાયાવૃક્ષ” એ પ્રમાણે પૃથ્વી ઉપર પ્રખ્યાત થયો. તે બાળકને જન્મુક દે વડે વૈતાઢયપર્વતની કંદરાઓમાં પાલન કરાતે આઠ વર્ષનો થયે છતે પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યા શિખવાડી. તે વિદ્યાઓવડે ગગનમાર્ગ ગતિ છે. આ અવસપિણિમાં આ નવમાં નારદ ચરમશરીરી છે. આ નારદની ઉત્પત્તિ ત્રણ કાળના જ્ઞાનવાળા સુપ્રતિષ્ઠિતમુનિવડે મને કહેવાયેલી છે. આ પ્રકૃતિથી કલહપ્રિય અને ન જણાય એ કે પાકાન્ત છે. અને એક સ્થાને ન રહેનાર સર્વત્ર પણ પૂજાને પામે છે. . એક દિવસ મથુરાપુરી ગયેલા કંસવડે સનેહથી વસુદેવને બોલાવ્યો. ત્યારે વસુદેવ સમુદ્રવિજય રાજાની આજ્ઞા લઈને મથુરાનગરીમાં ગયો. ત્યાં એક દિવસ કંસે જીવયશાસહિત, વસુદેવને કહ્યું. “હે મિત્ર, મૃત્તિકાવતી નામની મેટી નગરી છે. ત્યાં મારા કાકા દેવક નામના રાજા છે. તેને દેવકન્યાની ઉપમા ધારણ કરનાર દેવકી નામની પુત્રી છે. તેને તું પરણ. હું આ તારે અનુચર છું. તેથી મારી આ નેહવડે કરાતી પ્રાર્થનાનું ખંડન ન કર. એમ કહ્યું. વસુદેવ દાક્ષિણ્યતાને ભંડારી હોવાથી કંસની સાથે પ્રતિકાવતી નગરી પ્રતિ ચાલ્યો. અને માર્ગમાં નારદને જોયો. તે વસુદેવ અને કંસવડે નારદ પૂજાય અને પ્રીતિપૂર્વક નારદે પૂછયું. તમે બને કયા હેતુથી ક્યાં જાઓ છે. ત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust