________________ 177 દેવી તે તે તારી પુણ્યરાશીને ઉદય. અને આકાશમાં કેશલાનગરીનું ઉદ્યાન જોયું. તે તે કેશળનગરીનું અશ્વર્ય દેનાર છે. આમ્રવૃક્ષ ઉપર ચઢવું તે શીધ્ર પતીની સાથે સંગમ થશે. વિકસિત કમળ આપવાથી તારૂ સતીતત્વરૂપી યશકમળ નળના સંગમથી સૂર્યની જેમ વિકસ્વર થશે. ત્યાં આગળ ચઢેલ જે કોઈ પક્ષી પડો તે તે કૂબેર રાજ્યથી નિ:સંદેહપણે પડશે. સવારના પહોરમાં સ્વમ જેવાથી તને આજે નલ નિશ્ચિત મળશે. કારણ કે આ સમયમાં જોયેલું સ્વમ શીઘ્ર ફળદાતા એમ સ્વમ પાઠકશાસ્ત્રમાં કહ્યું છે. હવે તે સમયે જ પુરના દ્વાર ઉપર દધિપણુ રાજા આવ્યો અને તે આવેલાના સમાચાર મંગલનામાં કોઈ પુરુષે ભીમરથ રાજાને કહ્યા. ભીમરથરાજા પણ તેની સંમુખ ગ. અને મિત્રની જેમ મલ્યા. સ્થાન આપવા આદિ આતિથ્ય કરીને આ પ્રમાણે કહ્યું. તમારો રસોયો કુજ સૂર્ય પાક રસવતીને જાણે છે તેને જોવાની ઈચ્છાવાળા મને તે બતાવ. હમણા બીજી વાતે વડે સયું. ત્યારે દધિપણે તે રસવતી કરવા કુન્જને કહ્યું. તેણે પણ કલ્પવૃક્ષની જેમ ક્ષણભરમાં બતાવી, તે પછી દધિપણુના અનુરોધવડે અને તેને સ્વાદની પરીક્ષા માટે તે રસવતીને પરિવાર સહિત ભીમરથે ખાધી. અને ત્યારે તે ભેજનથી ભરેલા થાલને લાવીને દવદન્તીએ પણ ખાધી. અને તે રસાસ્વાદથી કુન્જને નલરૂપમાં જાણ્યો. અને કહ્યું. મને જ્ઞાની આચાર્ય ભગવંતે પહેલાં કહેવું છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust