________________ 182 અને પૂર્વ ભવમાં ક્રોધથી મુનિને બાર ઘડી સાથથી વિયો કરાવ્યો તે કર્મથી બાર વર્ષ સુધી રાજ્ય અને પતી–પત્નિને વિરહ થયો. એમ સાંભળીને વૈરાગ્ય વડે પુષ્કલ નામના પુત્રને રાજ્ય આપીને તે બંને દમ્પતીએ તે આચાર્ય ભગવંતની નામે પાસે વ્રત ગ્રહણ કરીને ઘણા કાળ સુધી દીક્ષા પાલી અને એકદા નલે દવદન્તીની સાથે ભેગની ઈચ્છા કરી. ત્યારે આચાર્ય વડે તે ઈચ્છાને ત્યાગ કરાવાયો અને પિતાએ આવીને પ્રતિબોધ કર્યો. વ્રત પાળવા માટે પિતાને અસમર્થ માનીને નલે અનશન કર્યું, તેના ઉપર ઉત્પન્ન થયેલ અનુરાગવાળી દવ-દતીએ પણ, તે રીતે અનશન કર્યું." દવદન્તીને જીવ દેવીનું આયુષ્ય પૂરી કરી કનકાવતી નામે વસુદેવની પત્ની થઈ. નલને જીવ દેવલેકમાંથી ધનદ તરીકે આવી વસુદેવને કહે છે. હે વસુદેવનલ મરીને–ધનદ-કુબેર નામે દેવ થયો, અને દવદતી તે દેવી થઈ પૂર્વભવના પત્નીના સ્નેહ વડે અતિશય મહિત થઈને હું અહીં આવ્યો. છું. કારણ કે “સ્નેહ સેંકડે જન્મ સુધી પણ પાછળ આવે. છે. “હે યદુકૂલ રૂપી ઉદ્યાનમાં જલધર ! આ તારી પત્ની કનકવતી આજ ભવમાં કમ ક્ષય કરીને મોક્ષમાં જશે. પૂર્વમાં મહાવિદેહ ક્ષેત્રમાં ઇંદ્રની સાથે વંદન માટે ગયેલા મને વિમલ સ્વામી તીર્થકર ભગવંતે આ કહ્યું હતું. આ પ્રમાણે કનકાવતીના પૂર્વભવના સંબંધની કથા વસુદેવને કહીને ક્ષણભરમાં ધનદ અંતર્ધાન થયો. આ પ્રમાણે ઘણા રાગના વશથી વસુદેવ કનકવતીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust