________________ 195 ઘણા દિવસે આવ્યો. તેજ માર્ગથી હું દોઢ દિવસમાં કેમ જાઉં? તેથી વ્યર્થમાં તેમાં હું લુબ્ધ બન્યો છું.” મુજે કહ્યું. હે રાજન ! ખેદ ન કર, તમને થોડા જ સમયમાં કુડિનપુર લઈ જઈશ. ઘેડ સહિત રથ મને આપો. ત્યારે હર્ષિત થયેલા દધિપણ વડે તારી ઈચ્છાપૂર્વક ઘેડા લે એમ કહ્યું. - કુંજે ઈચ્છાનુસારરથ અને જાતિવંત છેડાઓ લીધા. દધિપણે તેને સર્વ પ્રકારે દક્ષ જઈને વિચાર્યું. આ સામાન્ય પુરૂષ નથી દેવ અથવા વિદ્યાધર હશે! હવે રથને તૈયાર કરીને મુજે રાજાને કહ્યું. (રાજેન્ ! રથમાં બેસો.) રાત્રિના અંતમાં કુલિનપુરમાં લઈ જઈશ. ત્યારે રાજા, સ્થગીધર, છત્રધાર, બે ચારધારણ કરનાર અને કુજ એમ છ જણાં તે રથમાં બેઠા. તે પછી તે દેવે આપેલા બિલવ અને કરંડકને કટીના વસ્ત્ર વડે બાંધીને અને પાંચ નમસ્કારને સ્મરણ કરીને મુજે રથને ચલાવ્યો. નલ વડે પ્રેરાયેલા ઘોડા તે રથ જેમ દેવતાઓના વિમાન આકાશમાં ચાલે તેમ ચાલ્યા. હવે રથના વેગથી ઉડેલા વાયુ વડે દધિપણું રાજાનું ઉત્તરીય વસ્ત્ર પહયું. અને તે નલના અવતારની જેમ અદશ્ય થયું. ત્યારે દધિપણે કુન્જને કહ્યું. ક્ષણ એક રથને ઊભો રાખો જેથી વાયુ વડે પક્ષીની જેમ ઉડીને ગયેલાં વસ્ત્રને હું ગ્રહણ કરૂં. એમ જ્યાં તે કુબ્સને કહ્યું ત્યાં તે રથ પચીશ યોજન દૂર ગયો. હસતે કુન્જ બોલ્યો. આપનું વસ્ત્ર ક્યાં છે. વસ્ત્ર પડ્યાના સ્થાનથી પચ્ચીશ યોજના આપણે છોડી દીધા. આ તે મધ્યમ ઘોડાઓ છે જે ઉત્તમ હોત તે આટલા સમયમાં પચ્ચાસ યોજના જાત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust