________________ 178 સૂર્ય પાક રસવતી આ ભરત ક્ષેત્રમાં નલને જ બીજ કેઈને થશે નહીં. આ કુન્જ હોય અથવા હુડક જે રસોયો તે હોય. ત્યાં પણ કેઈ કારણ દેખાય છે, પરંતુ છે નલ જ. એમાં મને સંશય નથી. નલની એક પરીક્ષા સૂર્ય પાક રસવતી, તેમ બીજી પણું પરીક્ષા છે. નલની આંગળીને પશમાત્રથી હું રોમાંચવાળી નિશ્ચિત થાઉં છું. તેથી આ કુંજ મને તિલક કરવાની જેમ સ્પર્શ કરે. આ નિશાનીવડે જે સત્ય થશે તે નલ જ છે. તે પછી ભીમરથ કુન્જને પૂછ્યું “તું નલ છે ? ત્યારે તેણે કહ્યું. “તમે સર્વથા ભ્રમમાં છે. અહો ! દેવતારૂપ નલ કયાં અને ફરી બીભત્સરૂપવાળે હું ક્યાં ? હવે દવદનતીનાં ઘણાં આગ્રહથી કુને તેના શરીરને અંગુલી વડે સ્પર્શ કર્યો. ત્યારે તે જ સમયે કદમ્બવૃક્ષના પુષ્પની જેમ તે રોમાંચકંચુકીવાળી થઈ. અને ઘણું જ આનંદ વડે તેનું શરીર કકડાની જેમ ઉત્સુકતાવાળું થયું. તે પછી તે કહેવા લાગી હે પ્રિયતમ! ત્યારે સુતેલી વિશ્વાસવાળી મને તમે ગહનવનમાં ત્યાગી. પરંતુ હમણું ક્યાં જશે? ઘણા કાળથી મેં જોયા છે. આ પ્રમાણે ફરી–ફરી કહ્યું. પછી ઘરની મધ્યમાં લઈ જઈને દવદનતીએ પ્રાર્થના કરી. હે સ્વામી! સ્વરૂપને પ્રકટ કરે. કુજે પણ તેના નેહ વડે બિલવ અને કડકમાંથી વસ્ત્રાલંકારને ખેંચીને શીધ્ર પરિધાન કરીને પિતાના સ્વરૂપવાળે થયો. અને તે પછી દવદન્તી સ્વભાવિક રૂપવાળા પિતાના પતીને જોઈને હર્ષથી ભરેલા હૃદયવાળી થઈને જેમ વેલડી વૃક્ષને વલગે તેમ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust