________________ 146 કરતાં હું અહી નિર્ભયપણે રહું છું. આમના પ્રભાવથી વ્યદ્યાદિ મારે પરાભવ કરી શકતા નથી. આ પ્રમાણે બીજુ પણ અરિહંતનું સ્વરૂપ કહીને અહિંસા છે જેના મૂળમાં એ આહંતધર્મ સાર્થવાહને તેણીએ કહ્યો. અને તે ધર્મને વસંતે સ્વીકાર કર્યો. અને “ધર્મરૂપી કામધેનુ” મારા ભાગ્ય વડે જેવાઈ છે એમ તે બોલ્યો. તે તાપસોએ પણ તેના વચનથી જિનધર્મને શંકારહિતપણે ગ્રહણ કર્યો અને પોતાના તાપસ ધર્મને સારે ન માન્યો. - વસંત સાથે વાહે ત્યાંજ નગર વસાવ્યું. અહીં પંચસો તાપસે પ્રતિબોધ પામ્યા. એ હેતુ વડે તે પુરનું નામ તાપસપુર એમ સર્વત્ર પ્રસિદ્ધિને પામ્યું. અને ત્યાં તે પુરમાં પિતાના સ્વાર્થને જાણનારા સાથે વાહે પિતાના ધનને કૃતાર્થ કરતા એવા શ્રી શાંતિનાથનું જિનમંદિર બનાવ્યું. તે સાર્થ વાહ, તે સર્વે તાપસો, અને તે નગરના લેકે સર્વે પણ અરિહંત ધર્મમાં તત્પર થયેલાઓએ કેટલેએ સમય વ્યતીત કર્યો. એક દિવસ રાત્રે નલપ્રિયાએ પર્વતના શિખર ઉપર ઉદ્યોત જોયો. આકાશથી આવતા અને જતા દેવ-દાનવ અને વિદ્યાધરોને પણ જોયા. તેઓના જય-જય શબ્દ વડે જાગૃત થયેલા તે વણિક અને તાપસે આશ્ચર્ય જેવાની ઈચ્છાથી તે સતીને આગળ કરીને તે પર્વત ઉપર ચડ્યા. ત્યાં સિંહ કેસરી સાધુ ભગવંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. તેમને કેવલ જ્ઞાનને મહોત્સવ દેવતાઓ દ્વારા કરાતે જે. દ્વાદશ આવર્ત પૂર્વક વંદન કરીને તેની ચરણ સમીપમાં સતી સહિત તે સર્વે પણ બેઠા ત્યારે તે સાધુ ભગવંતના ગુરુ યશોભદ્રસૂરિ ત્યાં આવ્યા. પિતાના તે શિષ્યને કેવળજ્ઞાન ઉપન્ન થયું છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust