________________ 150 આ યશોભદ્રસૂરિ મારા ગુરૂતમને દીક્ષા આપસે. તે પછી વિસ્મય પામેલા કુલપતિઓએ તે કેવલજ્ઞાની ભગવંતને પૂછયું. હે. ભગવંત! આપે દીક્ષા કેમ ગ્રહણ કરી છે? કેવલજ્ઞાનીએ કહ્યું. કેશળ પુરીમાં નલરાજાને ભાઈ કુબરરાજા તેને હું પુત્ર. સંગાનગરીને કેસરી રાજાએ પોતાની બંધુમતી નામની પુત્રી મને આપી. પિતાની આજ્ઞાથી ત્યાં જઈને તેને હું પરણ્યો નવી પરણેલીને લઈને પિતાની નગરી તરફ ચાલ્યો. માર્ગમાં જતાં મેં અનેક શિષ્ય પરિવારથી યુક્ત આ ગુરૂને જોયા. ભક્તિપૂર્વક વંદના કરી કર્ણામૃતસમાન દેશના સાંભળી. દેશનાના અંતે મેં પૂછયું. હે સ્વામી ! મારું આયુષ્ય કેટલું ? ત્યારે તેમણે જ્ઞાનને ઉપયોગ દઈને પાંચ જ દિવસનું આયુષ્ય છે એમ કહ્યું, અલપસમયમાં જ મરણ જાણીને હું ઘણો ભય પામે. ત્યારે મને આચાર્ય ભગવંતે કહ્યું. ભય ન પામ, દીક્ષા ગ્રહણ કર. એક દિવસની પણ દીક્ષા સ્વર્ગ અથવા મેક્ષદાયક છે. તે પછી મેં આ ગુરૂની પાસે દીક્ષા લીધી અને એમની આજ્ઞાથી હું અહીં આવ્યું. અને શુકલ ધ્યાનમાં રહેવાથી ઘાતી કર્મના ક્ષયથી કૈવલ્ય સુખદાયક કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું. એમ કહીને ભેગનિરોધ કરતા સિંહકેસરી કેવલજ્ઞાનીએ ચારે અઘાતી કર્મોનો નાશ કરીને પરમપદને પ્રાપ્ત કર્યું. તેમણે ગયા). તે કેવલજ્ઞાનીના શરીરને પવિત્રક્ષેત્રમાં દેવતાઓએ લઈ જઈને અગ્નિસંસ્કાર કર્યો.. હવે તે નામ જેવા ગુણવાળા વિમલમતિ કુલપતિએ શ્રી યશોભદ્ર સૂરિની પાસે દીક્ષા ગ્રહણ કરી. દવદતીએ P.P. Ac. Gunratnasuri M.S. JurGun Aaradhak Trust