________________ 156 લઈ આવે.” મારી પુત્રી ચંદ્રવતીની તે બેનની જેમ થશે. તે પછી તેઓ જલદીથી તે વાપીના કિનારે આવી. અને તેને નગરીની સામે લક્ષ્મીની જેમ જોઈ અને બોલી. હે સુભાગે ! આ નગરમાં હતુપર્ણ રાજાની ચદ્રયશા રાણી તને માનપૂર્વક બેલાવે છે અને કહે છે. તું ચંદ્રવતીની જેમ મારી પુત્રી હે ભદ્રે ! તેથી આવ દુઃખને જલાંજલી આપ. અહીં તું શૂન્ય ચિત્તવાળી રહે છે. દુષ્ટ વ્યંતરો વડે છલ પામીને તેમના વડે આવેષ્ટિત કરાવે છે અનર્થને પામશે. આ પ્રમાણે ચંદ્રયશાના વચને વડે ભીનેલા હૃદયવાળી પુત્રીત્વના સ્નેહથી ખરીદાયેલીની જેમ તે ચાલી. સ્વામીનીની ધમ પુત્રી તું, અમારે પણ સ્વામીની છે. એમ તેઓના વિનયવાળા ઉચ્ચરાતા વચનની સાથે તે રાજાના ઘરમાં લઈ જવાઈ. “ચંદ્રયશા મારી માસી છે.” એમ દવદનતી જાણતી નથી, ચંદ્રયશા તે દવદન્તી મારો ભાણેજ છે એમ જાણે છે. પણ બાલકીના રૂપમાં જોયેલી હોવાથી ઓળખી નહીં. તે પણ રાણીએ તેને દૂરથી પણ પુત્રીના સ્નેહની જેમ જોઈ કારણ કે ઈષ્ટ અનિષ્ટ નિર્ણયમાં અન્તઃકરણ પ્રમાણ ભૂત છે. તે પછી ચંદ્રયશા વડે નલપ્રિયાને આલિંગન કરાયું. અશ્રઓ વર્ષાવતી દવદન્તી પ્રીતિથી ખરીદાયેલીની જેમ રાણીના ચરણ કમલમાં વંદના કરી. ચંદ્રયશાએ પૂછ્યું, તું કેણ છે? તેના આગળ પણ સાથે વાહને જેમ પહેલાં કહ્યું હતું તેમ તેને એ વરસાવી તેણીએ કહ્યું, તે પછી દવદન્તીને ચંદ્રયશાએ કહ્યું, હે કલ્યાણી ! મારા ઘરે -ચંદ્રવતીની જેમ સુખપૂર્વક રહે. AcounrathaSuri Jun Gun Aaradhak Trust