________________ 127 કરતું નથી. આપના અધ ભરત સાધનરૂપ જયેથી ઉત્પન્ન યશરૂ ચંદ્રમામાં તે એકમેવ કલંકના આશ્રયને પ્રાપ્ત થાય છે. આ વ્યાધિના અંશની જેમ તમારા પ્રમાદ વડે ઉપેક્ષિત તે અત્યંત વૃદ્ધને પામીને અસાધ્યપણાને પ્રાપ્ત થયે છે. પરંતુ જે આપના દ્વારા કોપથી યુક્ત મન તેના ઉપર કરાય તે પર્વતથી પડેલા ઘાની જેમ ભાંગી જ જાય. તેથી પ્રથમ દૂતને ક્રમથી આવેલા સામતાદિનાહિતકારી વચનને સાંભળીને નલ મહાવાચાલ દૂતને શિક્ષા આપીને ઘણા સૈન્યની સાથે મોકલ્ય. તે પણ ગરૂડની જેમ દુર્ધર શીધ્ર જઈને પિતાના સ્વામીને ન લજાવતે કદમ્મરાજાને કહેવા લાગ્યો. “અરે કદમ્બ! મારા સ્વામી મહાવૈરી રૂપી વન માટે દાવાનળ સમાન નલ રાજાને સેવ, પિતાનું અભિમાન છેડ. હું તે તારી કુળદેવી દ્વારા અધિષ્ઠિતની જેમ હિતકારી કહું છું. જે નલની આજ્ઞાને સ્વીકાર ન કરીશ. તે તારે દુઃખકર થશે. એમ દૂતના વચન સાંભળીને કદઅ ક્રોધાકાન્ત દાંતેને હેઠે વડે દબાવતે મૂખની જેમ પિતાને ન ઓળખતે બોલ્યા, “અરે દૂત! - તારે સ્વામી શું પાગલ છે. અથવા શું દરવાજા ઉપર સુતેલા મારા જેવા શત્રુરૂપી નાગમોશ (વિષ)ને જાણતા નથી. તેને શું સામન્ત–પ્રધાન-પુરહિત આદિ નથી. જે સૂતેલા સિંહ જેવા મને જગાડતા એવા નલને નિષેધ કરતા નથી. હે દૂત! તું જા. જે તારે સ્વામી રાજ્યથી ઉદ્વિગ્ન હોય તે સંગ્રામ | માટે સજ્જ થાઓ. હું પણ તેના આ સંગ્રામને અતિથિ છું.'