________________ દૂત પણ શીધ્ર આવીને તે કદંબે કહેલું, અહંકારથી યુક્ત દારુણ વચને નલને કહ્યા. તે પછી નલ તક્ષશિલા નગરી. ઉપર સર્વ સિન્યની સાથે ચઢયો. ત્યાં શીઘ્રતાથી જઈને તક્ષશિલા નગરીને ચારે બાજુથી ઘેરી વીંટી લીધી. હાથીઓ વડે શું બીજા કિલ્લા કર્યા ! એવી આ નગરી દેખાય છે. કદમ્બ પણ સજજ થઈને સિન્ય સહિત બાહર આવ્યો. કારણ કે ગુફાના દ્વાર આગળ આવેલા બીજા સિંહને સિંહ સહન કરી શકહે નથી. તે પછી બને સૈન્યના સુભટો યુદ્ધ કરે છે. ' | બાણથી બાણે વડે ઘણાં કાળ સુધી યુદ્ધ કરવાથી આકાશમાં બાણે મંડપ સમાન થયાં. હવે નલે કદમ્બને કહ્યું, હાથીઓ આદિને મારવાથી શું ? આપણે બે વૈરી દ્વન્દ્ર યુદ્ધ વડે યુદ્ધ કરીએ. તે પછી નલ–કદમ્બ આયુધ વડે દ્વન્દ્ર યુદ્ધ દ્વારા યુદ્ધ કરે છે. મદથી અંધ કદમ્બ નલની પાસે જે જે યુદ્ધની યાચના કરે છે ત્યાં ત્યાં વિજયી નલ વડે તે પરાજિત થાય છે. ત્યારે કદમ્બ વિચાર્યું. મહાબલશાળી નલની સાથે મારા વડે ક્ષાત્રત્વ તે હણાયું. હવે તેણે મને મૃત્યુના મુખને પ્રાપ્ત કરાવે છે. તેથી હે આત્મન પતંગની જેમ ન મર. તે કારણથી નલથી પલાયન કરીને દીક્ષા પ્રાપ્ત કરું, કારણ કે તે પલાયન પણ સારૂં જેનું ફળ સુંદર હોય. એમ મનમાં વિચારીને કદમ્બે યુદ્ધમાંથી પલાયન કરીને સંસાર થી વિરક્ત થઈને વ્રતગ્રહણ કરીને પ્રતિમા વડે સ્થિત થયો. બાર ગ્રહણ કરેલા વ્રતવાળા તે કદમ્બને જોઈને નલે કહ્યું. કદમ્ય ! હું તારા વડે જિતાયો છું. પરંતુ મનમાંથી