________________ 131 સર્વસ્વ હારેલા એવા નલે સર્વ આભરણાદિકને દીક્ષા લેવાવાળા ની જેમ સૂકી દીધા. (ઉતાર્યા) તે પછી કુબેરે નલને કહ્યું. હે નલ! અહીં ન રહે. મારી ભૂમિ છોડ તને પિતાએ રાજ્ય આપ્યું. મને તે પાશાએ આપ્યું છે. “બળવાન પુરૂષને લક્ષ્મી દૂર નથી. મદ ન કરતે” એમ બોલતે નલ ઉત્તરીય વસ્ત્ર માત્ર શરીર ઉપર ધારણ કરીને ચાલે. હવે નલને અનુસરતી દવદન્તીને કુબર અધમવાચાથી બોલે, રે સુન્દરી ! તને જુગારમા જીતી છે તેથી તું ન જા. મારા અંતપુરને પવિત્ર કર. ત્યારે પ્રધાનાદિએ દુષ્ટ આશયવાળા કુબેરને કહ્યું. “આ મહાસતી દવદન્તી અન્ય પુરૂષની છાયા પણ સ્પૃશતી નથી. તેથી આને અંતપુરમાં ન રાખ. મોટાભાઈની પત્ની માતા સમાન અને મોટાભાઈ પિતા સમાન, એમ બાળકો પણ કહે છે. હે! કુબર ! તે પણ જે દુઃખે સહન કરાય એવું તું કરશે તે આ સતી દવદતી તને ભસ્મસાત્ કરશે. કારણ કે બાળવા આદિની ક્રિયા સતીઓને દુષ્કર નથી. હે રાજન્ ! આ સતીને કોધિત કરીને અનર્થને પ્રાપ્ત ન કર. . . . - પરંતુ ભર્તારને અનુસરતી પતીની પાછળ જતી આ સતીને ઉત્સાહિત કર. નલને ગામ, નગર, વતન આદિ દેવાથી સયું. પરંતુ શમ્બલ ભાથું અને એક સારથિ સહિત રથ તે આપ.” એમ કહે છતે કુબરે દેવદતીને નલની સાથે જવાની રજા આપી, શમ્મલ સહિત સારથી અને રથ અર્પણ કર્યો. ત્યારે નલે કહ્યું કે મેં ભરતાર્થ વિજયવડે લક્ષ્મી ઉપાર્જન કરી તે કીડાવડે તજે તેવા મને રથની શું ઈચ્છા.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust