________________ 1% આવ્યું છે. હે સુન્દર ! હું તારી દાસી છું. એમ કહીને તે કુમારને નમવા માટે પ્રયત્ન કર્યો ત્યારે તેને નમસ્કાર કરવા. માટે પ્રતિષેધ કરીને આ પ્રમાણે બોલ્યો. હું તે દૂત છું. - હે મહાશયવાળી ! પ્રણામ ન કર. જે ખરેખર તારે અનુરૂપ હોય તે પુરુષને પ્રણામ કરે યેગ્ય છે. મારા અવિજ્ઞાત કુળવાળા દૂતની સાથે અનુચિત વર્તન ન કર. ત્યારે તેણીએ કહ્યું. “તારું સર્વ સ્વરૂપ મારા વડે ઉત્તમ પ્રકારથી જાણેલું છે. મારો પતિ તું જ છે. જે મને દેવતા વડે કહેવાય. અને જે ચિત્રમાં ચિત્રિત મારા વડે હર્ષ પૂર્વક ધ્યાન કરાયો તે તું જ છે. ત્યારે વસુદેવે કહ્યું. “હે ભદ્ર! તારો પતિ હું નથી. જે તે દેવતા વડે કહેવાયો. તેને હું દાસ છું. તારો પતિ ધનદ તેને હું દૂત, તેની આજ્ઞાથી હું તને યાચું છું. તેની તું પટ્ટરાણીઓ દ્વારા સેવા કરાવનારી થા. હવે તેણીએ ધનદનું નામ લેનારને નમસ્કાર કરીને બોલી, હે સુન્દર! જ્યાં આ શુકને દિકપાલ અને. કયાં હું માનુષી કીટિક? તેને તે મારી પાસે દૂત મોકલવાનું કીડામાત્ર અને અનુચિત છે. કારણ કે માનવી સ્ત્રીઓને અને દેવતાઓની સાથે ક્યારેય પણ પૂર્વમાં સંગમ થયો નથી. ' વસુદેવે કહ્યું, “હે સુન્દરી! તું દેવને આદેશ અન્યથા કરવાથી દવદનતીની જેમ અનર્થને પામશે. કનકવતીએ પણ કહ્યું “ધનદ એટલાં અક્ષર સાંભળવાથી મારું મન પૂર્વ જન્મના સંબંધથી કયાંયથી પણ ઉત્સાહિત થાય છે. પરંતુ ઔદારિક દુર્ગધવાળા શરીરની દુર્ગધને સહન કરવામાં અમૃતનું પાન કરનાર દેવ સમર્થ નથી એવું Jun Gun Aaradhak Trust