________________ - 108 "કુસુમના આભરણેને દેવતાઓની નદીઓના પાણીથી પૂર્ણ ભરેલા કળશાઓને કલાઓની જાણકાર સર્વ દેશની ભાષાઓને જાણવામાં વિચક્ષણ હંસલીથી આલિંગન કરાયેલાગલાવાળી મૃગલેચનવાળી દ્વારરક્ષિકાઓને યાદવે જોઈ ત્યારે તેણે ચિંતવ્યું. ' દ્વારરક્ષિકાઓ વડે વ્યાપ્ત આ ભવનમાં કઈ પણ પુરૂષને આવવાને અવકાશ નથી. કુમાર એમ ચિંતવતે છતે વિલાસી કનકકમળને ધારણ કરનારી એક દાસી ગુપ્ત દ્વારના માર્ગ થી આવી. તેને તે દ્વારરક્ષિકાઓએ બ્રાન્સિસહિત પૂછ્યું. સ્વામિની કનકવતી કયાં રહેલી છે ? અને શું ? કરે છે તેણીએ કહ્યું. પ્રમદવનના મહેલમાં દિવ્યવેષ ધારણ કરનારી દેવતાઓએ કર્યું છે. સાનિધ્ય જેનું એવી સ્વામિની એકલી જ ત્યાં રહેલી છે. વસુદેવ કુમાર તે સાંભળીને અને તેને ત્યાં રહેલી જાણીને દાસીએ બતાવેલા પક્ષ દ્વારના માર્ગથી નીકળે. પ્રમદ વનમાં ગયા. અને ત્યાં સપ્તભૂમિવાળા પ્રસાદ ઉપર ચઢયો. ત્યાં દિવ્યાલંકાર વસ્ત્રોને ધારણ કરનારી સર્વ ઋતુના પુષ્પોના આભરણે વડે સાક્ષાત્ વનલક્ષ્મીની જેવી રૂપની શોભામાં વિધાતાની જીવનપર્યતની પટ્ટસૃષ્ટિની જેવી ભદ્રાસન પર બેસેલી, પટ્ટમાંચિત્રિત પુરૂષના રૂપને જોતી તે કનકવતીને કુમારે જઈ તેણીએ પણ બીજા. રૂપની જેમ તેને જોઈને ઈષ્ટ આગમનના જ્ઞાનથી સવારના કમલિની જેમ વિકસિત થઈ. તે પછી ભદ્રાસનથી સરભ્રમ ઉઠીને હાથ જોડીને કુમારને તેણીએ કહ્યું. હે સુભગ ! રૂપમાં કામદેવ ! તું મારા પુણ્યથી આકર્ષિત થઈ ને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust :