________________ 113 અસહ્ય તેજવાળે ક્રોધથી ધ્રુજતા હઠવાળે યમ જિહ્વાની જેમ - ભયંકર પગને હાથમાં નચાવવા લાગ્યા. નલ અને કૃષ્ણરાજકુમારના બનેના સૈન્ય તૈયાર થઈ ગયું. ત્યારે દવદંતીએ વિચાર્યું. મારા નિમિત્તથી આ પ્રલય ઉપસ્થિત થયેલ છે. હા શું હું ક્ષીણ પુણ્યવાળી છું ? હે શાસનદેવી! જે હું શ્રાવિકા હાઉ તે હે માતા! નલને વિજય છે. અને બંને સૈન્યને અભય છે. એમ કહીને દવદંતી જલના ભાજનને લઈને શાંતિ માટે તે પાણી વડે ત્રણ છટા આપી ત્યારે કૃષ્ણરાજ જલની છટાથી છોડેલી ધારાથી બુઝાયેલા અંગારાની જેમ ક્ષણભરમાં નિસ્તેજ થયે. અને શાસનદેવતાના પ્રભાવથી કૃષ્ણરાજના હાથમાંથી વૃક્ષ ઉપરથી પાકેલા પત્રની જેમ ખગ પડ્યું. - હવે હરાયેલ પ્રભાવવાળા કૃષ્ણરાજે વિચાર્યું. નલ સામાન્ય નથી. આના ઉપર મારા વડે વગર વિચાર્યું બેલાણું અને પ્રયત્ન કરાયે. તેથી આ પ્રણામોગ્ય છે. એમ વિચારીને કૃષ્ણરાજ દાસની જેમ નલના ચરણોમાં નમ્યું. અને બે, મારા વડે અવિચાર્યું કરાયું. તે મારા અપરાધને અને અવિનયપણાના દોષને ખામો, પ્રણામ કરવાથી ગમે છે કે૫ જેને એ મહાપુરૂષ નલ પણ પ્રણામ કરનાર કૃષ્ણરાજને સારી રીતે સત્કારીને રજા આપી. ભીમરથ રાજા જમાઈના ગુણે વડે પુત્રીને પુણ્યવાળી માની પછી સર્વ બીજા રાજાઓને સત્કાર કરીને અને રજા આપીને નલદવદંતીને મોટો પાણિગ્રહણ ઉત્સવ કર્યો. અને P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust