________________ ' રાજા હરિશ્ચંદ્ર જેની પુત્રીએ જગતપ્રધાન ઉત્તમ વરનું વરણ કર્યું.” એમ સર્વવ્યાપી ઉચ્ચ સ્વરથી ઘોષણા થઈ. ધનદની આજ્ઞાથી સઘવાસ્ત્રી અક્ષતને વર્ષાવે છે. તેમાં સુધારા ધનની વૃષ્ટિ નિરંતર કરી. તે પછી વસુદેવ અને કનકવતીને પાણિગ્રહણ મહોત્સવ હર્ષની એકછત્રતાને પ્રસારિત કરતે થયો. . હવે કુમારે ધનદને નમીને વિનંતી કરી “આપ શા કારણથી અહીં આવ્યા. એ જાણવાને હું કૌતુકી છું ત્યારે ધનદે આબદ્ધકંકણવાળા નવા પરણેલા તે કુમારને ધનદે કહ્યું : “કુમાર ! મારું અહીં આવવાનું કારણ સાંભળો.” આ ભરતક્ષેત્રમાં અષ્ટાપદની પાસે સંગર નામનું નગર છે. ત્યાં મંમણ નામને રાજા તેની વીરમતી રાણી તે એક દિવસ પ્રિયા સહિત નગરની બહાર શિકાર માટે ચાલ્યું. ત્યારે ક્ષુદ્ર આશયવાળા એવા રાજાએ સાર્થની સાથે આવતે એક મલમલીન સાધુને જોયો. આ મારા મૃગયા રમવાના ઉત્સવમાં વિન કરનાર અપશુકન રૂપમાં થયો. એમ માનીને તેને યુથથી હાથીની જેમ સાર્થથી અલગ કર્યો. ફરી પણ પત્ની સહિત સ્વભવનમાં જઈને બારઘડી સુધી તે સાધુને ગમે તેમ બેલતે તે રહ્યો.” તે પછી તેઓને અનુકમ્પા ઉત્પન્ન થવાથી તે મુનિને પૂછ્યું : કયાંથી આવે છે અને કયાં જાઓ છે આટલું અમને કહો. ત્યારે મુનિ બોલ્યા. હું હિતકપુરથી અષ્ટાપદ પર્વત પર અરિહંતની પ્રતિમાને વંદન કરવા માટે સાર્થની સાથે ચાલ્યો. પરંતુ હે મહામાની ! આપના બનેના દ્વારા સાર્થથી છૂટા પડાવવાથી ધર્મ કર્મમાં બંધાયેલ