________________ 15 ક્યા દેવનું છે? ત્યારે તેણે કહ્યું “હે મહાપુરૂષ! આ ધનદનું વિમાન છે અને તે આ વિમાનમાં બેસીને અહીં હમણું મેટા મહાન કારણથી પૃથ્વી લોકમાં ઉતરે છે. આવે છે. આ દેરાસરમાં અરિહંતની પ્રતિમાને પૂજીને જલદીથી કનકવતીને સ્વયંવર જેવા પ્રસ્થાન કરશે. તે સાંભળીને વસુદેવે ચિંતવ્યું ! અહા ! કનકવતીને ધન્ય છે જેના સ્વયંવરને મંડપમાં દેવો પણ આવે છે. - હવે ધનદ વિમાનથી ઊતરીને અરિહંતની પ્રતિમાપૂજી વંદના કરી અને સંગીત વડે ભક્તિ કરી ત્યારે કુમારે વિચાર્યું. અહો ! મહાપુરુષ આ દેવ, પરમ શ્રાવક પુણ્યકાર્યમાં ઉદ્યમવંત છે. અહો ! શ્રીમદ્ અરિહતેનું શાસન પ્રભાવના પાત્ર છે. હું પણ ધન્ય છું. જેને આવું આશ્ચર્ય દૃષ્ટિ ગેચર થયું. એમ ફરી ફરી ચિંતવવા લાગ્યું. હવે ધનદ ત્યાં ચૈત્યમાં પૂજા કરી હર્ષિત માનસવાળા ચાલતાં દિવ્યરૂપવાળા વસુદેવકુમારને જોયે. અને વિચાર્યું. અહો ! આ પુરુષનું અદ્દભુતરૂપ જે સુર–અસુર પુરૂષ અને વિદ્યાધરોમાં પણ નથી. તેથી તે લેકેત્તર સ્વરૂપને ધારણ કરનારને જોઈને વિમાનમાં રહેલાં ધનદે અંગુલીની સંજ્ઞાથી નેહસહિત તેને બોલાવ્યા. વસુદેવ પણ કૌતુકી અને નિર્ભય થઈને તેની સમીપમાં ગયો. ધનદે પણ સ્વાર્થ હોવાથી ચિત્તની જેમ પ્રિય શબ્દોથી લાવવા આદિ સરકાર પૂર્વક તેની સાથે વાત કરી. હવે પ્રકૃતિથી જ વિનયવાળા સત્કાર કરાયેલા કુમારે હાથ જોડીને કહ્યું. “આજ્ઞા આપે હું શું કરું? હવે ધનદે પણ કાનને સુખકારી બોલી વડે તેને કહ્યું. હે સત્પરૂષ ! તારે સાધ્ય મારૂ એક દૂતપણાનું કાર્ય કર. આ નગરમાં હરિશ્ચંદ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust