________________ 103 આ પ્રમાણે ચિંતવ્યું કે આ પુરૂષ આવી ઉપાસનાથી મારે વિરોધી નથી. શરણાથી હશે અથવા કઈ પણ મારે કાર્ય ચિંતક હશે. હવે આને જે હું બોલાવું તે પ્રિયાની નિદ્રાભંગ થાય. અને આ સેવા કરનાર પુરૂષની ઉપેક્ષા કરવી યોગ્ય નથી તેથી પ્રયત્નવડે ઉભું થઈ પ્રિયાને જાગૃત કર્યા સિવાય પલંગથી ઉતરી આની સાથે વાત કરું. એમ વિચારી ધીરેધીરે પલંગને છેડીને અન્ય સ્થાને બેઠે. - ચંદ્રાતપે પણ તેના સેવકની જેમ પ્રણામ કર્યા. તે પછી જે કનકવતીની વાત કહી છે તે જ આ ચંદ્રાપનામાં વિદ્યાધર છે એમ કુમારે તેને આલેખો પછી કુમારે સ્વાગત પૂર્વક આવવાનું કારણ પૂછયું. ત્યારે ચંદ્રાત: ચંદ્ર જેવી શીતળ વાણીથી બે , હે વસુદેવકુમાર! જેવી કનકવતીની વાત તમને કહી તેમજ તમારી વાત કનકવતીને કહી. હે સ્વામી ! આપને ચિત્તમાં જોઈને હર્ષ વડે તેના લેચન ચંદ્રકાંત મણની જેમ પાણીને છેડવા લાગ્યા. તે તમારૂં રૂપ જેમાં શોભે છે તે પટને વિરહસંતાપના સંવિભાગને આપવાની જેમ હૃદય ઉપર ધારણ કર્યું તે પછી મને હાથ જોડીને અને ગૌરવરૂપીવસ્ત્રાચલને ઉતારીને તે તેણે આ પ્રમાણે પ્રાર્થના કરી. “મારા સ્વયંવર મંડપમાં આ મહાપુરુષને સર્વથા લાવજે અવશ્ય લાવજે, મારી બીચારીની ઉપેક્ષા ન કરતા.” હે પ્રભે ! આજે કૃણ દશમીને દિવસ છે તે પછી શુકલ પંચમીના પૂર્વાહનમાં તેને સ્વયંવર થશે. હે સ્વામી ! તમારે ત્યાં જવું છે. કારણ કે તમારે સંગમ એ જ તેને જીવવાનું ઔષધ છે. તેથી તેના પર તમારે અનુગ્રહ કરે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak. Trust