________________ . થઈ તેથી તમને શું આપું. ત્યારે વેગવતીને વિદ્યા આપ એમ કુમારે કહ્યું. તે પછી તે વેગવતીને ગ્રહણ કરીને ગગનવલભપુરમાં ગઈ. વસુદેવ તે તાપસ આશ્રમમાં આવ્યો. ત્યાં તે તે સમયમાં પ્રહણ કરેલાં વ્રતવાળા પિતાના સામર્થ્યની નિંદા કરતા એ રાજાઓ ત્યાં આવ્યા. તેમને જોઈને કુમારે ઉદ્વેગનું કારણ પૂછ્યું. ત્યારે તે બન્નેએ કહ્યું. શ્રાવસ્તીનગરીમાં પુણ્યાત્મા એણીપુત્ર રાજા છે. તે રાજાએ પોતાની પ્રિયંગુસુન્દરી પુત્રીના સ્વયંવર માટે ઘણા રાજાઓને બોલાવ્યા. પણ તે પુત્રીએ એક પણ રાજાને વરમાળા ન પહેરાવી. તે પછી તે કોધિત રાજાઓએ મળીને સંગ્રામ કર્યો. પરંતુ એકલા તેના પિતાએ સર્વેને જિતી લીધા. અને ત્યારે ભય પામીને તે નાઠા. કેટલાંક પર્વતમાં, કેટલાંક વનમાં અને કેટલાંક જલમાં પેસી ગયાં. હે મહાપુરુષ! અમે તે ભુજાબળ રહિત હોવાથી તાપસ થયા. એમ સાંભળીને તે બનેને વસુદેવે જૈન ધર્મને બોધ આપે. તેથી તે બન્નેએ દીક્ષા લીધી. * કુમાર તે શ્રાવસ્તીમાં ગયે. ત્યાં ઉદ્યાનમાં ત્રણ દ્વારાવાળું દેવકુળ જોયું. ત્યાં બત્રીસ તાલા મારેલ મુખદ્વાર દુપ્રવેશવાળું જોઈને પાસેના દ્વારથી પ્રવેશ કર્યો. તે દેવગૃહમાં વસુદેવે એક બાષી, એક ગૃહસ્થ અને એક ત્રણ પગવાળા પાડાની પ્રતિમા જોઈ. ત્યાં તેણે એક બ્રાહ્મણને પૂછયું. તેણે કહ્યું. અહીં પૂર્વમાં જિતશત્ર રાજા હતો. તેને પુત્ર મૃગધ્વજ અને અહી શ્રેષ્ઠી કામદેવ હતે. તે એક વાર પિતાના ગોકુળમાં ગયે. ત્યારે દંડક નામના પિતાના ગોપાળે શ્રેષ્ઠીને કહ્યું, આ ભેંસના પાંચ પુત્રો મેં પૂર્વમાં માર્યા. આ છઠ્ઠો પુત્ર એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust