________________ 54 નામનો પ્રતિવાસુદેવ કડકશાસક તીન ખંડને સ્વામી થયે એક વાર જરાસંઘ દૂત દ્વારા સમુદ્રવિજયરાજાને આ પ્રમાણે આદેશ આપે કે “વૈતાઢય પર્વતની પાસે સિંહપુરમાં રહેલા “ન” સહન કરાય એવા સિંહરને બાંધીને લાવે.” તે લાવનારને મારી પુત્રી જીવયશા અને એને જે ગમશે તે નગરનું રાજ્ય આપીશ. એ પ્રમાણે દૂતનું વચન સાંભળીને સમુદ્રવિજયને નમસ્કાર કરીને દુષ્કર પણ તે જરાસંઘની આજ્ઞાને પૂર્ણ કરવા માટે વસુદેવે આજ્ઞા માંગી. ત્યારે. સમુદ્રવિજય બોલ્યા, હે કુમાર ! હમણું તારી સુકુમારતા છે તારે યુદ્ધ કરવાનો સમય નથી. તેથી આ યાચનાથી સર્યું. ત્યારે ફરીથી વસુદેવે આગ્રહથી રાજાને વિજ્ઞપ્તિ કરી. ત્યારે તેને કેમ કરીને ઘણી સેનાની સાથે રજા આપી. - હર્ષિત થયેલ વસુદેવ હર્ષના ઉત્કર્ષ વડે જલદીથી પ્રયાણ ભમ્ભા વગડાવીને કેસની સાથે સિંહપુર પ્રતિ ચાલ્યા. થોડાકજ દિવસમાં સિંહલપુરમાં આવ્યું. પરરાજાનું (બલ) સૈન્ય આવેલું જાણીને સિંહરથ પણ સિંહપુરથી સિંહની જેમ બહાર આવ્યું. ત્યારે બન્ને સૈન્યનું મહાન યુદ્ધ થયું.. સિંહરથે ક્ષણ ભરમાં વસુદેવના સૈન્યને ત્રાસ પમાડયો.. ત્યારે કંસનેસારથિ કરીને વસુદેવ પિતે યુદ્ધ કરવા લાગ્યા. અને હવે તે બન્ને પરસ્પર જય મેળવવાની ઈચ્છાવાળા યુદ્ધ કંસે સારથીને મારીને મેટી ગદા વડે સિંહથના રથને જલદીથી ભાંગ્યું. ત્યારે કંસને મારવા માટે ક્રોધથી જલતે એ તે તલવાર ખેંચીને લડવા આવ્યું. અને વસુદેવે. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratrasuri M.S.