________________ રાજ ભૂલી ગયે. પારણું કર્યા વગર તે જલદીથી પિતાના સ્થાનમાં આવી ગયો. તે જ પ્રમાણે બીજુ માસ ક્ષમણ કર્યું. હવે ક્યારેક ત્યાં ઉગ્રસેન ગયો તેને ફરીથી જોયો. અને તે પૂર્વના નિમંત્રણની ભૂલની સારા (મીઠા) વચનો દ્વારા ક્ષમાયાચના કરી અને ત્યારે જ ફરીથી નિમંત્રણ કર્યું અને રાજા ફરી તેમજ ભૂલી ગયો. ત્યારે વગર પારણે જ આવીને ફરીથી તાપસ પોતાના સ્થાનમાં ગયો. ફરી સ્મરણ કરીને રાજાએ પૂર્વની જેમક્ષમાયાચના કરી અને જ્યાં તે ફરીથી નિમંત્રણ કરે છે ત્યારે તે તાપસે ક્રોધ કર્યો. “હું આ તપના પ્રભાવથી ભવાન્તરમાં આનો વધ કરનાર થાઉં” આ પ્રમાણે નિયાણું કરીને તે અનશન વડે મૃત્યુ પામીને ઉગ્રસેનની ધારિણે રાણીની કુક્ષીમાં પુત્રપણે આવ્યો. કે હવે તે ગર્ભના પ્રભાવથી તેને પતિનું માંસ ખાવાનો દેહલો ઉત્પન્ન થયો. ત્યારે કહેવા માટે લજજાવાળી હોવાથી તે પ્રતિદિન દુર્બલ થતી. કેઈક રીતે આગ્રહ વડે દહલાની વાત પતિને કહી. હવે પ્રધાનોએ રાજાને અંધકારમાં રાખીને તેના પેટ ઉપર સસલાનું માંસ રાખીને તેના દેખતા છેદી- છેદીને માંસ આપ્યું. તે પછી દેહલો પૂર્ણ થયા પછી મૂળ સ્વભાવમાં આવી અને બોલી પતિ વિના જીવીતવ્ય. અને આ ગર્ભનું શું પ્રયોજન છે? ત્યારે તેને મરવાની - અભિલાષા વાળી જાણીને મંત્રીઓએ કહ્યું : સાત દિવસમાં રાજાને ફરીથી જીવતો તમને દેખાડશું. , , આ પ્રમાણે તેને સ્વસ્થ કરીને સાતમે દિવસે તેને - ઉગ્રસેનને બતાવ્યો ત્યારે તેણીએ મહામહોત્સવ કર્યો. હવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust