________________ લિબ્ધિવંત તે મુનિના પ્રભાવથી તેને કરેલું ઉપાય કામ ન આવ્યું. તે પછી શુદ્ધ પાણી કયાંયથી તેમણે મેળવ્યું. તે ગ્રહણ કરીને ગ્લાન કષીની પાસે આવ્યું. ત્યાં તે માયાવી મુનિ એ કઠિન શબ્દ વડે આ કોશ કર્યો. “હું એવી અવસ્થાને પ્રાપ્ત થયેલું અને તું ભેજનલમ્પટ જલદીથી ન આવ્યો. તેથી તારા વૈયાવચ્ચન અભિગ્રહને ધિકકાર છે, દિષેણે પણ કહ્યું: તમે મારા અપરાધને સહન કરો. તમને સાજા કરું છું. (કરીશ) આ પાણી તમને ઉચિત છે. એમ કહીને પાણી પીવડાવીને “ઊઠે” એમ બોલ્યો ત્યારે “ગ્લાન” બોલ્યો " મુખ” તું શું મને અશક્તને નથી જેતે. તે પછી માયાવી મુનિને ખભા ઉપર લઈને ચાલ્યો. ત્યારે તે નંદિષેણના પગ પગ પર કુપિત થઈ કહેવા લાગ્યો. અરે ! જલદી–જલદી ચાલીને મને હલાવી હલાવીને કેમ પડે છે? જે વૈયાવચ્ચ–સેવા કરવાવાળો હોય તે ધીમે ધીમે ચાલ. એમ કહ્યું ત્યારે તે અતિ ધીમે ધીમે ચાલ્યો. ત્યારે તે માયાવી મુનિએ તેના ઉપર વિષ્ટા કરી. ફરીથી બોલ્યો. આ પ્રમાણે વેગભંગ કેમ કરે છે? પરંતુ નન્દિષેણ તેના કટુ વચનોને પણ ગણતો નથી. તેણે તો એક જ વિચાર કર્યો. આ મુનિ ભગવંત સાજ કેમ થાય ? હવે તે દેવ નદિષણની મન-વચન કાયાની દઢતા જ્ઞાનથી જોઈને વિષ્ટને હરીને તેને ઉપર સંતુષ્ટ થઈને પુષ્પવૃષ્ટિ કરી. તે પછી ત્રણ પ્રદક્ષિણા કરીને તેને વંદન કર્યું અને દેવેન્દ્ર કરેલી પ્રશંસાની વાત કહી. તેની ક્ષમા માગીને તે દેવે એમ કહ્યું : તમને હું શું આપું? મુનિએ કહ્યું, હે દેવ ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust