________________ છે. એક દિવસે મહાજને આવીને રાજાને એકાંતમાં કહ્યું : હે સ્વામી ! વસુદેવના રૂપથી સ્ત્રીઓ મર્યાદા રહિત થાય છે. જે એક વાર પણ વસુદેવને જુએ છે તે સ્ત્રી વિવશજ થાય છે. ત્યારે જે ફરી ફરી જતાં આવતાં જુએ છે તેઓનું શું કહેવું? તેઓના વચન સાંભળીને રાજાએ કહ્યું હે મહાજને! તમારૂં ઈચ્છિત કરીશ. એમ કહીને તેઓને રજા આપી. તે પછી વસુદેવને ન કહેવું એમ ત્યાં રહેલાં પરિવારને કહ્યું.” એક વાર નમસ્કાર કરવા માટે વસુદેવ આવ્યા ત્યારે રાજા સમુદ્રવિજયે તેને ખોળામાં લઈને કહ્યું.” હે ભાઈ! કીડા માટે ફરતાં તું દુબલે થઈ ગયો છે. તેથી તારે બહાર ન જવું મારા ઘરે જ તારે રહેવું. અને ત્યાં નવી નવી કલાઓ ગ્રહણ કર. પૂર્વની શીખેલી ને યાદ કર, કલાવિદોની સાથે વાર્તાલાપ દ્વારા તને વિનેદ થશે. વિનીત વસુદેવે “હા” એમ કહીને ત્યાંજ ગીત-નૃત્યાદિ અનેક પ્રકારના વિદો દ્વારા દિવસોને વ્યતિત કરતો રહ્યો. એક દિવસ ત્યાં આવતી ગન્ધધારીણી કુન્નાદાસી ને પૂછયું. આ ગધ કોના માટે છે ? તેણે કહ્યું ! હે કુમાર ! આ શિવાદેવીએ શ્રી સમુદ્રવિજયના માટે મોકલ્યું છે. ત્યારે, મારે પણ આ ઉપયોગી છે એમ બોલતાં વસુદેવે મશ્કરીપૂર્વક તે ગન્ધ દ્રવ્યને લઈ લીધું. ત્યારે ક્રોધિત થઈને તે દાસી બેલી. આવા આચરણના કારણે જ તું કેદમાં રહ્યો છે. વસુદેવે પણ કહ્યું. કેમ? ત્યારે તે ભય પામી નગરજનેનાં સર્વ વૃત્તાંતને કહ્યો. કારણ કે “સ્ત્રીઓનાં હૃદયમાં રહસ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust