________________ ચાલી જશે તેથી તે સ્વામી ! આ કારણથી મેં અવિયોગ વરદાન માંગ્યું છે. જેથી આપને એકાકિને અંગારક ન મારે. તેના વચનને સ્વીકારીને કુમારને તેની સાથે કલા અભ્યાસ આદિ વિનેદો વડે ઘણો સમય ગયો. તે એક દિવસ પત્નીની સાથે સૂતેલા તે કુમારને રાતના અંગારકે અપહરણ કર્યું. ત્યારે વસુદેવ જાગૃત થઈને મારું હરણ કરનાર કેશુ? વિચારે છે ત્યાં તે શ્યામાના જેવી મુખવાળી ખડ્રગ ધારિણી શ્યામાને અને અંગારકને ઊભો. રહે, ઊભો રહે એમ બોલતી જોઈ. અંગારકે તેના બે ભાગ કર્યા. ત્યારે પીડિત વસુદેવે બે શ્યામા અંગારકની સાથે યુદ્ધ કરતાં જોઈ. “આ તે માયા છે” એમ નિર્ણય કરીને વસુદેવે તે અંગારકના મસ્તક ઉપર મુઠ્ઠી મારી. ત્યારે તે પ્રહારની પીડાથી તેણે કુમારને આકાશમાર્ગથી મુક્યો. (છેલ્યો) તે ચમ્યાનગરીની બહાર સરોવરમાં પડ્યો. તે સવરને હંસની જેમ તરીને તેના કિનારે ઉપવનમાં રહેલા શ્રી વાસુપૂજ્ય ભગવંતના મંદિરમાં પ્રવેશ કર્યો.' શ્રી વાસુપૂજ્ય સ્વામીને પ્રણામ કરીને શેષરાત્રિ વ્યતીત કરીને અને મળેલા એક બ્રાહ્મણની સાથે ચંપાનગરીમાં પ્રવેશ કર્યો. ત્યાં વીણા હાથમાં રાખેલા યુવકોને સ્થાને સ્થાને જોઈને તેનું કારણ પૂછયું. બ્રાહ્મણ બેઃ અહીં ચારૂદત્ત શ્રેષ્ઠિ છે. તેને ગંધર્વસેના નામની કન્યા અતિ રૂપવાન અને કલાઓમાં પ્રવિણ છે. જે ગાન્ધર્વ વિદ્યામાં મને જિતશે તે મારો પતિ થશે.” આ તેની પ્રતિજ્ઞા . તે કારણથી એ સર્વે લેકે વીણાવાદમાં પ્રવૃત્ત છે. અને