________________ ભક્તિપૂર્વક વંદન કરે છે. અને દેશના સાંભળી દેશના ને અને કુમારે કહ્યું.. હે પ્રભે ! જિનધર્મથી હું જાણું છું કે આ સંસારમાં કઈ કેઈનું સંબંધી નથી. સર્વે સ્વાર્થના સંબંધી છે. તે પણ આ યશેમતીમાં મારૂં વધારે મમત્વ કેમ ? એ આપ કહેહવે કેવલી ભગવંત બેલ્યા. આ તારા ધનને ભવમાં ધનવતી પત્ની. સૌધર્મ દેવલેકમાં તમે બને દેવ પરસ્પર પ્રીતિવાળાં થયાં. તે પછી ચિત્રગતિના ભવમાં રનવતી તે પછી મહેન્દ્ર દેવલોકમાં મિત્રદેવ, પછી અપરાજિતના ભવમાં પ્રીતિમતી પત્ની. ત્યાંથી આરણદેવલોકમાં મિત્રદેવને પછી આ સાતમાં ભવમાં તારી પત્ની યશોમતી થઈ. તે પૂર્વભવથી આવેલું તારું એના પરનું સ્નેહનું અધિકપણું છે. અહીંથી અપરાજિત અનુત્તર વિમાનમાં જઈને ત્યાંથી ચવીને અહીં આ ભરતક્ષેત્રમાં તું નેમિનાથ નામને બાવીસમા તીર્થંકર થાશે. આ રામતી નામની તારા દ્વારા ન પરણાયેલી તારા પર ગાઢ અનુરાગવાળી. તારી પાસે ચારિત્ર લઈને મોક્ષ નગરમાં જશે. અને થશેધર ગુણધર તારા ભાઈઓ અને મતિપ્રભ મંત્રી એ ત્રણે પણ ગણધરપદને પામીને સિદ્ધ થશે. એમ સાંભળીને શંખકુમારે વૈરાગ્યથી પુંડરિક નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને તેમની પાસે ભાઈ, મંત્રી, અને યશોમતીની સાથે દીક્ષા ગ્રહણ કરી. અનુકમે તે શંખકુમાર મુનિ ગીતાર્થ થયા. અરિહંત ભગવંતની ભક્તિ આદિ વડે વીશ સ્થાનક તપની આરાધના દ્વારા તીર્થકર નામકર્મ નાજિત કર્યું.