________________ વીરક પણ કષ્ટ કરીને સૌધર્મ દેવલોકમાં કિલિવષ દેવ થયો. તેણે પૂર્વભવના વેરથી તે યુગલિયાનું અપહરણ કરીને ચમ્પાનગરી લઈને ત્યાં ચંદ્રકિની રાજાનું અપુત્રીયાનું રાજ્ય દઈને દેવશક્તિથી તેમનું આયુષ્ય લઘુ કરીને પાંચશો ધનુષનું શરીર કરીને તેમનું હરિ હરિનું નામ દઈને મધમાંસનું ભક્ષણ કરવાનું શિખવાડીનેતે દેવ પિતાને સ્થાનકે ગયે. તે આશ્ચર્ય વડે હરિવંશ થયે. હવે સૌવીર દેશમાં મથુરાનગરી યમુના નદી વડે શોભે છે. તે નગરીમાં હરિવંશકુલમાં ઉત્પન્ન થયેલા વસુપુત્રથી બૃહદવજ તે પછી ઘણું રાજાઓ થયા પછી યદુ નામે રાજા થયે. તેને શૂરનામા પુત્ર થયે. શૂરને બે પુત્ર. શૌરિ-સુવીર થયા. શૌરિને રાજા અને સુવીરને યુવરાજ પદ દઈને શૂરરાજાએ વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરી શૌરિએ તે સુવીરને મથુરાનું રાજ્ય આપીને કુશાત. દેશમાં જઈને ત્યાં શૌર્યપુર નગર વસાવ્યું. તે શૌરિરાજાને અન્ધકવૃણિ આદિ પુત્રો થયા. સુવીરને ભેજવૃણિ સાદિપુત્રો થયા. જેઓ મહાભાગ્યશાળી પૃથ્વી પર પ્રખ્યાત થયા. સુવીર ભેજવૃષ્ણિને મથુરાનું રાજય આપીને સ્વયં સિધુદેશમાં સૌવીરપુર વસાવીને રહ્યો. શૌરિરાજા તે અન્ધકવૃષ્ણિને પિતાના રાજ્ય ઉપર સ્થાપન કરીને સુપ્રતિષ્ઠ મુનિ ભગવંતની પાસે દીક્ષા લઈને મેક્ષમાં ગયા. ભેજવૃષ્ણિને ઉગ્રસેન પુત્ર થયે. અન્ધકવૃષ્ણિને સુભદ્રા પત્નીથી દશ પુત્રો થયા. તેઓના નામો આ પ્રમાણે છે. : PP. 1. સમુદ્રવિજય, અક્ષોભ્ય, સ્વિમિતઃ, સાગર, હિમવાન,