________________ - તે પછી શંખકુમારે તેણે લૂટેલું જેનું હતું તે તેને સર્વ દ્રવ્ય આપ્યું. પિતે તેની પાસેથી દંડ લઈને તે પલ્લી પતિને સાથે લઈને પાછો ફર્યો. સાંજે સૈન્યને પડાવ કરીને માર્ગમાં રહ્યાં. ત્યાં અંતગૃહમાં રહેલા કુમારે અર્ધરાત્રિએ કરૂણ સ્વર સાંભર્યો. ત્યારે ખગ હાથમાં લઈને શબ્દના અનુસારે ગયે. ત્યાં એક પ્રૌઢ સ્ત્રીને જોઈને કુમાર બે. “હે ભદ્ર! તું તારા દુઃખનું કારણ કહે. ત્યારે તે વચનથી આશ્વાસન પામેલી તે બોલીઃ “અંગદેશમાં ચંપાનગરી જિતારી રાજા. તેની પ્રીતિમતી પત્ની. તે ઘણું પુત્ર ઉપર યશોમતી નામની પુત્રી છે. તે પિતાને અનુરૂપ વર ન જોતાં તેણીએ કઈ પણ બીજા પુરુષ ઉપર દષ્ટિ ન કરી. હક્યારેક તેણીએ શ્રીષેણ રાજાને પુત્ર શેખ ગુણવાન છે એમ સાંભળ્યું. તે દિવસથી શંખ મને પરણે એમ તેણીએ પ્રતિજ્ઞા કરી. - યોગ્ય સ્થાને અનુરાગવાળી પિતાની પુત્રીને જાણીને પિતા હર્ષિત થયા. તેના માટે જ્યાં તે રાજા શ્રીષેણ રાજાની પાસે પિતાના પુરૂષને મોકલે છે ત્યાં તે યશોમતીની મણિશેખર વિદ્યાધર અધિપતિએ યાચના કરી. ત્યારે જિતારી રાજાએ કહ્યું? આ શંખ વિના યશોમતી અન્યને ઈચછતી નથી. હવે એક દિવસે તે વિદ્યાધરોના સ્વામીએ તેનું હરણ કર્યું. હું તેની ધાવમાતા છું. સ્નેહથી તેની પાછળ આવી. પરંતુ તે કચ્છખેંચરે બલપૂર્વક મને અહીં મૂકી. તે સંસારમાં સાર ભૂત એવી યશોમતીને ગ્રહણ કરીને કયાંય ચાલ્યો ગયે તેથી હું વિલાપ કરું છું. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust