________________ 40 શિશિરા નામની નદીથી સંયુક્ત છે. ત્યાં પર્વતના દુર્ગમાં સમરકેતુ નામને પલ્લી પતી રહે છે. તે અમને નિઃશંકપણે લૂંટે છે, તેથી અમારી રક્ષા કરે. એમ સાંભળીને કોપથી આકાન્ત રાજાએ તેના વધ માટે પ્રયાણ કરવા ભેરી વગડાવી. ત્યારે શંખકુમારે નમસ્કાર કરીને રાજાને કહ્યું–હે તાત ! બિચારા પલ્લી ઉપર આપનું જવું યુક્ત નથી કારણ કે શિયાળ ઉપર સિંહનું આકંમણ શોભતું નથી. આપની આજ્ઞાથી હું તેને બાંધીને અહીં લાવીશ. રાજા પણ તેના વચનને સાંભળીને હર્ષિત થઈને સેનાની સાથે શંખકુમારને પલ્લી પતિના નિગ્રહ માટે મોકલ્યો. - પિતાના નગરથી કુમારને આવતે સાંભળીને પહેલી પતિ દુર્ગને શૂન્ય મૂકીને બીજા સ્થાનકે ગુફામાં માયા કરવામાં પ્રધાન એવા તેણે પ્રવેશ કર્યો. કુશાગ્રમતિ (સૂક્ષ્મબુદ્ધિવાળા) કુમારે ત્યાં દુર્ગમાં એક સારા સામંત સૈનિકને પ્રવેશ કરાવ્યો. પિતે તે સૈનિકની સાથે જ એક ગુફામાં રહ્યો. તે પછી પલીપતીએ છલકપટ વડે દુર્ગને ઘેરો ઘાલ્યો અને બોલ્યો. હે કુમાર ! હવે તું ક્યાં જશે? એમ જ્યાં તે બોલે છે ત્યાં તે પલ્લી પતિને રાજકુમારે અનેક સૈનિકે વડે ઘેરી લીધો. અને આ બાજુ દુર્ગના કિલ્લામાં રહેલા રાજ સૈન્ય વડે પલ્લીપતી ઉપર પ્રહાર કરાયો. અને કુમારના સૈન્ય વડે વિહૂવલ કરાયેલ ઘેરાયેલે દીન ગરીબ થઈ ગયો. તે પછી પિતાના કઠ ઉપર કુહાડે મૂકીને તે કુમારના શરણે ગયો અને બેલ્યો. “હે સ્વામી! મારી માયાના મંત્રને હણનાર તમે જ છે. હવે હું તમારો દાસ થઈશ. આ સર્વ ગ્રહણ કરે. અને મારા ઉપર કૃપા કરો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust