________________
૨૮
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ. ર પ્રકરણ : ૧૦. આ. શ્રીચંદ્રસૂરિ—તેમની પાટે ચાર આચાર્યો થયા.
૧૧. આ૦ ભદ્રેશ્વરસૂરિ–તેઓ આ૦ દેવેન્દ્રસૂરિના શિષ્ય પં. શ્રીભૂષણના શિષ્ય હતા, અને આચાર્ય થયા પછી આ દેવેંદ્રસૂરિની પાટે આવ્યા હતા, પરંતુ તેઓ આ ચંદ્રપ્રભાની આજ્ઞામાં રહ્યા હતા. - તેઓ મોટા તપસ્વી હતા. તેમણે જિંદગી પર્યત એકાંતરે ઉપવાસ કર્યા હતા. તેમના ઉપદેશથી સૌરાષ્ટ્રના દંડનાયક મંત્રી સજજન શ્રીમાલીએ સં૦ ૧૧૮૫ માં ગિરનાર તીર્થને મેટો ઉદ્ધાર કરાવ્યું, તેમજ ગુજરાતના મહામાત્ય શાંતૂ મહેતા તેમજ મંત્રી સજજને વડઉદ(વડોદરા)માં મોટે રથયાત્રાને મહત્સવ કર્યો હતો. આચાર્યશ્રીએ માંડલમાં ભ૦ મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરી હતી.
તેમની પાટે આ અજિતસિહ, આ હરિભદ્ર, આ અભયદેવ અને આ૦ વર્ધમાન થયા.
૧૨. આર અજિતસિંહસૂરિ.
૧૩. આગ દેવભદ્રસૂરિ–તેમણે આ ભદ્રેશ્વરસૂરિના કરકમલથી દીક્ષા લીધી હતી, તેમજ આ અજિતસિંહ પાસેથી વ્યાકરણ, સાહિત્ય, ન્યાય, પિંગલ, જ્યોતિષ અને આગમનું જ્ઞાન સંપાદન કર્યું હતું. તેઓ ભારે પ્રતાપી, પરમ શાંત, ગંભીર અને પ્રકાંડ જ્ઞાની હતા. તેમણે સં. ૧૨૩૬ ના ફાગણ વદિ ૧૪ ને ગુરુવારે પીંડવાડા પાસે ઝાદવલી (ઝાડોલી) ગામમાં શેઠ સોઢાએ ભરાવેલા ભ૦ ઋષભદેવ અને ભવ પાર્શ્વનાથની પ્રતિમાની અજનશલાકા કરી પ્રતિષ્ઠા કરી હતી. (જૂઓ, પ્રક. ૪૩, પૃ.....જૈનસત્યપ્રકાશ, કે ૧૫૮)
તેમણે પ્રવચનસારેદ્ધાર ટીકા, તબિંદુપ્રકરણ, પ્રમાણુપ્રકાશ (પદ્યમય ન્યાયને ગ્રંથ) અને સં૦ ૧૨૪૨ માં પાટણમાં પોતાના શિષ્ય પટ્ટધર આ૦ સિદ્ધસેન તથા સર્વવેદી ગુરુભક્ત આ જિને શ્વરની વિનતિથી અને ૫૦ જિનચંગણિની મદદથી “સિજજ સચરિયં”ની રચના કરી છે, જેની પહેલી પ્રતિ પં. વિમલચંદ્રગણિએ લખી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org