________________
ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા દેવત્વનું પ્રતિપાદન વૈદિક ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. સ્થાનની વિશેષતાની અપેક્ષાએ ત્રણ દેવ મુખ્ય છે. પૃવસ્થાનદેવ-એમાં અગ્નિને મુખ્ય માનવામાં આવ્યું છે. અન્તરિક્ષસ્થાન દેવ–એમાં ઈન્દ્ર અને વાયુને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. સ્થાનિદેવ—જેમાં સૂર્ય અને સવિતા મુખ્ય છે. આ ત્રણે (પ્રકારના) દેવની સ્તુતિ વિભિન્ન રૂપમાં વિભિન્ન સ્થાને પર કરવામાં આવી છે. આ દેવે સિવાયના અન્ય દેવેની સ્તુતિઓ પણ કરવામાં આવી છે. વેદની જેમ સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદમાં આ જ વસ્તુ છે.
એના પછી બ્રાહ્મણ ગ્રંથે આવે છે. એમાં યજ્ઞના વિધિ-વિધાનનું જ વિસ્તારથી વર્ણન છે–ચો અંગે કંઈક વિરોધ પણ જોવા મળે છે. આ પછી સંહિતા સાહિત્ય આવે છે. સંહિતા અને બ્રાહ્મણ ગ્રંથમાં મુખ્ય ભેદ એ છે કે સંહિતા સ્તુતિપ્રધાન છે. અને બ્રાહ્મણ વિધિપ્રધાન છે.
આ પછી ઉપનિષદ સાહિત્ય આવે છે. એમાં યાને વિરોધ છે. એમાં અધ્યાત્મવિદ્યાની ચર્ચા છે—હું કેણ છું, ક્યાંથી આવ્યું છું, ક્યાં જઈશ–વગેરે પ્રશ્નો પર વિચાર કરવામાં આવ્યો છે. અધ્યાત્મવિદ્યા એ શ્રમણ સંસ્કૃતિની દેન છે. - આચાર્ય શંકરે દસ ઉપનિષદે પર ભાષ્ય લખ્યાં છે. એનાં નામ આ પ્રમાણે છે–ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડૂક્ય, તૈત્તિરીય, ઐતરેય, છાન્દગ્ય અને બૃહદારણ્યક.
ડેાકટર બેલકર અને રાનડેના અનુસાર પ્રાચીન ઉપનિષદોમાં મુખ્ય ઉપનિષદે આ પ્રમાણે છે-છાન્દગ્ય, બૃહદારણ્યક, કઠ, તૈત્તિરીય, મુંડક, કષીતકી, કેન અને પ્રશ્ન.૪
આર્થર એ. મૈકલનના મતાનુસાર પ્રાચીનતમ વર્ગના બૃહદારશ્યક, છાગ્ય, તૈત્તિરીય, ઐતરેય અને કોષીતકી ઉપનિષદને રચના સમય ઈ.સ. પૂર્વે ૬૦૦ છે.'
૪. હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ફિલોસોફી, ભાગ ૨, પૃ ૮૭-૯૦. 4. History of the Sanskrit Literature, p. 226
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org