________________
૭૨૪
ભગવાન મહાવીરઃ એક અનુશીલન
ગણધર પ્રભાસની મુક્તિ આ વર્ષે ગણધર પ્રભાસે પણ ગુણશીલ ઉદ્યાનમાં જ એક માસનું અનશન કરી નિર્વાણ પ્રાપ્ત કર્યું અને સાથે સાથે અનેક દીક્ષાઓ પણ થઈ. ભગવાને પિતાને સત્તાવીસ વર્ષાવાસ રાજગૃહમાં કર્યો.
- પુદગલ–પરિમાણે અંગે ચર્ચા વર્ષાવાસ પૂર્ણ થયા પછી અનેક ગામોમાં પરિભ્રમણ કરી ભગવાન ફરીથી ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા. ગણધર ગૌતમે ભગવાનને પ્રશ્ન કર્યો કે–ભગવન, અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે –ચલમાન ચલિત, ઉદયમાન ઉદીરિત, વેદ્યમાન વેદિત, હીયમાન હીન, છિઘમાન છિન્ન, ભિમાન ભિન, દઢામાન દગ્ધ, પ્રિયમાણ મૃત અને નિયમાણ નિર્ગુણ બનતા નથી.'
વળી તેઓ એ પણ કહે છે-બે પરમાણુ પુદ્ગલ પરસ્પર એક રૂપમાં મળી જઈ શકે નહીં. કેમકે બે પરમાણુ પુદ્ગલમાં સિનગ્ધતાને અભાવ હોય છે. ત્રણ પરમાણુ એક સાથે મળી જઈ શકે છે કેમકે એમનામાં સિનગ્ધતા હોય છે. આમ આ રીતે એકઠા થયેલા ત્રણ પરમાણુઓને જુદા પાડવામાં આવે તે બે કે ત્રણ વિભાગ થાય છે. બે વિભાગ થાય તે દેઢ દેઢ પરમાણુને એક એક વિભાગ થાય છે. અને જે ત્રણ વિભાગ થાય છે તે એક એક પરમાણુને એક એક વિભાગ થાય છે. એવી રીતે ચાર કે પાંચ ઈત્યાદિ પરમાણુ પુદ્ગલ પરસ્પર મળી જાય છે અને આ મળી ગયેલા પરમાણુઓને સમૂહ દુઃખ ઉત્પન્ન કરે છે. તે દુઃખ શાશ્વત હોય છે. એમાં ઓછા– વધતાપણું થતું રહે છે. । अन्नउत्थिया ण भते ! एवं आइक्ख ति जाव एवं परूवे ति-एवं खलु चलमाणे અચાણ, વાવ-નિઝમા બઝિને !
–ભગવતી શતક ૧, ઉર્દૂ. ૧૦, ૩૦૮ ૭ ભગવતી ૧, ૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org