________________
७२६
ભગવાન મહાવીર : એક અનુશીલન
પરમાણુ પણ એક થઈ શકે છે. કેમકે બે પરમાણુમાં પરસ્પર સ્નિગ્ધતા હોય છે. બે પરમાણુ જુદા જુદા પણ થઈ શકે છે. ત્રણ પરમાણુ પણ મળી શકે છે અને ફરીથી જુદા કરતી વખતે જે એના બે વિભાગ કરવામાં આવે તે એક ભાગમાં એક પરમાણુ રહેશે અને બીજા ભાગમાં બે રહેશે. ત્રણ વિભાગ કરવામાં આવે તે એક એક પરમાણુને એક એક ભાગ થશે.
આ પ્રમાણે ચાર, પાંચ પરમાણુ મળીને પણ સ્કંધ બને છે પરંતુ તે સ્કંધ અશાશ્વત હોય છે, એમાં અભિવૃદ્ધિ અને ઘટાડે થતું રહે છે.
ભાષા અંગેને અન્યતીથિકોને વિચાર સાચો નથી. મારી માન્યતા એ છે કે બેલાનારી અથવા બેલાઈ ગયેલ છે તે ભાષા, ભાષા નથી. પરંતુ હાલમાં (વર્તમાનમાં) જે બેલાઈ રહી છે તે ભાષા જ ભાષા છે. તે ભાષા અભાષક નહીં પણ ભાષક જ હોય છે.
અન્યતીર્થિકોની ક્રિયાની દુઃખરૂપતા અંગેની જે માન્યતા છે, તે પણ ઉચિત નથી, પહેલાં કે પછીથી ક્રિયા દુઃખરૂપ થતી નથી. પરંતુ ક્રિયાકાલના સમયે જ તે દુખાત્મક હોય છે. તે પણ અકરણ રૂપથી નહીં પણ કરણ રૂપથી દુઃખાત્મક થાય છે.
જે વ્યકિત દુઃખને અકૃત્ય અને અસ્પૃશ્ય કહે છે તેઓ પણ મિથ્યાવાદી છે. કેમકે દુઃખ કૃત્ય અને સ્પેશ્ય છે કેમકે સાંસારિક જીવ એનું નિર્માણ કરે છે, સ્પર્શ કરે છે અને ઉપભોગ કરે છે.
ઈપથિકી અને સામ્પરાયિકી ક્રિયા
ગીતમ–ભગવન, અન્યતીથિક કહે છે કે એક સમયમાં એક જીવ ઈર્યાપથિક અને સામ્પરાયિકી એ બે કિયા કરે છે. જે સમયે ઈપથિકી કરે છે તે સમયે સામાયિકી પણ કરે છે. જે સમયે
૯
ભગવતી ૧,૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org