________________
ભૌગોલિક પરિચય
فيق
વાર આવે છે. પ્રાચીન ગ્રંથોમાં ભગવાને છદ્મસ્થકાલમાં બે વાર નાથદ્વારા ગંગા પાર કરી હતી, એવા ઉલ્લેખ મળે છે. ૧૨
ઉપાધ્યાય શ્રી અમરમુનિજી મહારાજે “ભગવાન મહાવીરે ગંગા મહા નદી કેમ પાર કરી, એ શીર્ષકવાળા લેખમાં ભગવાન મહાવીરે કેવલજ્ઞાન થયા પછી અઠ્ઠાવીસવાર ગંગા મહા નદી નૌકાવડે પાસ કરી હતી, એ ઉલ્લેખ કર્યો છે. પ્રાચીન ગ્રંથોમાં કોઈ પણ જગ્યાએ કેવલજ્ઞાન પછી નૌકાવડે ગંગા પાર કરી હોય એવું વર્ણન મળતું નથી.
ગંડકી પ્રસ્તુત નદી હિમાલયની સપ્તગંડકી અને ધવલગિરિમાંથી નીકળે છે. આ નદીના ગંડક નારાયણ આદિ અનેક નામ છે. મહાવીરના સમયે એનું નામ ગંડકિકા (ગંડઇઆ) મળે છે. ગંડકીના કિનારે જ શૈશાલી અને વાણિજગામ વસ્યાં હતાં.
ગુણશીલ રાજગૃહની બહાર ગુણશીલ નામનો એક પ્રસિદ્ધ બગીચા હતો. અહીં ભગવાન મહાવીરનું સેંકડેવાર સમવસરણ થયું હતું. શતાધિક વ્યક્તિઓએ અહીં શ્રમણધર્મ અને ચારિત્રધર્મ ગ્રહણ કર્યો હતો. ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ગણધરોમે અહીં અનશન કરીને નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. વર્તમાન સમયનું ગુણવા, જે નવાદા રેલવે સ્ટેશનથી લગભગ ત્રણ માઈલ પર આવેલું છે, તે જ મહાવીરના સમયમાં ગુણશીલ નામનું સ્થાન હતું.
ગોકુલ ગેકુલનું બીજું નામ વ્રજગાંવ પણ મળે છે. ભગવાન મહાવીર જ્યારે અહીં ભિક્ષા અર્થે પધાર્યા હતા તે વખતે સંગમકે બધા ૧૨. (ક) વીર વરસ માવો, નાવાક્ટસ #Ifસ વરસ –આવ.નિયુક્તિ ૪૭
(4) तओ सामी सुरभिपुरं गओ, तत्थ गंगा उतरीयव्वा भयवं नावाए ठिओ। ૧૩. ઉપાધ્યાયશ્રી અમરમુનિજીને લેખ.
–આવશ્યકચૂણિ ૪૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org