________________
૧૦૧
ભૌગોલિક પરિચય છે. પ્રાચીન મગધને વિસ્તાર પશ્ચિમમાં કર્મનાશ નદી અને દક્ષિણમાં દમૂદ નદીના મૂલસ્રોત સુધી છે. યાત્સંગના મત પ્રસાણે મગધ જનપદની પરિધિ મંડલાકારરૂપમાં ૮૩૩ માઈલ હતી. એની ઉત્તર ગંગા, પશ્ચિમમાં વારાણસી, પૂર્વમાં હિરપર્વત અને દક્ષિણમાં સિંહભૂમિ આવેલા હતાં. આચાર્ય બુદ્ધ મગધ જનપદનું નામકરણ દર્શાવતાં લખ્યું છે–
“દુધ પર્વવાની' અનેક પ્રકારની કિંવદન્તીઓ પ્રચલિત છે. એક કિંવદતીમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે રાજા ચેતિય અસત્ય–ભાષણથી પૃથ્વીમાં બેસવા લાગ્યું, ત્યારે એની પાસે જે વ્યક્તિ ઊભી હતી, એમણે કહ્યું–‘મા અર્ધ વિસ'–પૃથ્વીમાં પ્રવેશ કરે નહીં. બીજી કિંવદનતી પ્રમાણે રાજા ચેતિય ધરતીમાં પેસી ગયે તે જે લેકે પૃથ્વી ખેદી રહ્યા હતા એમણે જે. ત્યારે તે બેલ્યા–“મા નર્ધા રો—આ કિંવદંતીઓમાંથી તથ્ય એ નીકળે છે કે મગધા નામક ક્ષત્રિયની તે નિવાસભૂમિ હતી. એટલે એ મગધ નામથી ઓળખાતી હતી.
મહાકવિ અહંફ્રાસે મગધનું સજીવ ચિત્ર ઉપસ્થિત કર્યું છે. એ મગધને જ બુદ્વીપનું ભૂષણ માને છે. અહીંના પર્વતે વૃક્ષાવલીએથી સુશોભિત હતા. કલકલ છલછલ નદીઓનો મધુર કંકાર સંભળાય છે. સઘન વૃક્ષાવલી હોવાથી તડકે હેરાન કરતો નથી. સદા ધાન્યની ખેતી થતી હતી. શેરડી, તલ, અળસી, કપાસ, કેદરા, મગ, ઘઉં તથા અડદ આદિ અનેક પ્રકારનું ધાન્ય પેદા થતું હતું. મગધ ધાર્મિક-આર્થિક અને રાજનૈતિક વગેરે બધી દષ્ટિએ સંપન્ન હતું. ત્યાંના નિવાસીઓ તવચર્ચા, સ્વાધ્યાય આદિમાં તલ્લીન રહેતા હતા.૪ ૩. બુદ્ધકાલીન ભારતીય ભૂગોલ, સાહિત્ય સંમેલન પ્રયાગ સંસ્કરણ, પૃ. ૩૬૧ ૪. મુનિસુવ્રત કાવ્ય અહંદાસરચિત્ર, ૧, ૨૨, ૨૩ અને ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org