________________
*૧૪૦
ભગવાન મહાવીર : એક અનુશીલન વિશ્રામ લેવું પડે છે અને બીજા ઉધ્યનમાં નંદીશ્વરદ્વીપ પહોંચી જાય છે. પરંતુ પાછા ફરતી વખતે એને વિશ્રામની આવશ્યકતા રહેતી નથી. ઊંચા ઉડ્ડયનના સમયે પહેલા નંદનવનમાં વિશ્રામ લઈને બીજી ઉડ્ડયનમાં પાંડુકવનમાં પહોંચી જાય છે. પણ પાછા ફરતી વખતે વિશ્રામની આવશ્યકતા નથી.
જઘાચારણ લબ્ધિવાળા ત્રણ વાર આંખની પલક મારવામાં જેટલો સમય થાય એટલામાં એક લાખ જનવાળા જંબુદ્વિીપમાં ૨૧ વાર ચક્કર લગાવી શકે છે અને વિદ્યાચારણ ત્રણવાર.
ચારિત્ર–આત્મવિશુદ્ધિને માટે કરવામાં આવતે પ્રકૃષ્ટ ઉપષ્ટગ્લ.
ચોદ વિદ્યા–(૧) શિક્ષા, (૨) કલ્પ, (૩) વ્યાકરણ, (૪) છંદ, (૫) તિષ, (૬) નિરુક્ત આ ષડંગ કહેવાય છે, (૭)
શ્વેદ, (૮) યજુર્વેદ, (૯) સામવેદ, (૧૦) અથર્વવેદ, (૧૧) મીમાંસા, (૧૨) આન્વીક્ષિકી, (૧૩) ધર્મશાસ્ત્ર, (૧૪) પુરાણ.
છઠ્ઠ તપ—બે દિવસને ઉપવાસ, બેલા.
છદ્મસ્થ–જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાયને છત્મ કહે છે. એમાં જેઓ રહે છે તેઓ છત્મસ્થ કહેવાય છે.
જ્યાં સુધી આત્માને કેવલજ્ઞાનની ઉપલબ્ધિ ધતી નથી ત્યાં સુધી તે છદ્મસ્થ કહેવાય છે.
જબુદ્ધીપ–આ વિરાટ વિશ્વમાં અસંખ્ય દ્વીપ અને અસંખ્ય સમુદ્ર છે. પ્રત્યેક દ્વીપને સમુદ્ર અને સમુદ્રને દ્વીપે ઘેરેલ છે. જબૂદ્વીપ આ બધાની વચ્ચે છે. એ પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી એક એક લાખ યોજન છે. એમાં સાત વર્ષ ક્ષેત્ર છેઃ ૧. ભરત, ૨ હેમવત, ૩ હરિ, ૪ વિદેહ, ૫ રમ્યક, ૬ હૈરણ્યવત, '૭ ઐરાવત, ભરત દક્ષિણમાં, અરાવત ઉત્તરમાં અને વિદેહ (મહાવિદેહ) પૂર્વ અને પશ્ચિમમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org