________________
૪૫૦
ભગવાન મહાવીર : એક અનુશીલન
લોક—ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ, પુદ્ગલ અને જીવની અવસ્થિતિ.
લોકાન્તિક–પાંચમા બ્રહ્મદેવલોકમાં છ પ્રતર છે. મકાનમાં જેવી રીતે મંજિલ-માળ હોય છે તેવી જ રીતે સ્વર્ગમાં પ્રતર હોય છે. તૃતીય અરિષ્ટ પ્રતરની પાસે દક્ષિણ દિશામાં ત્રસનાડીની અંદર ચાર દિશાઓમાં અને ચાર વિદિશામાં આઠ કૃષ્ણ પંક્તિઓ છે. લોકાન્તિક દેનાં અહીં જ નવ વિમાન છે. આઠ વિમાન આઠ કૃષ્ણ પંક્તિઓમાં છે એક એના મધ્યભાગમાં છે. એનાં નામ આ પ્રમાણે છેઃ (૧) અચ, (૨)અર્ચિમાલી, (૩) વૈરેચન, (૪) પ્રશંકર, (૫) ચન્દ્રાભ, (૬) સૂર્યાભ, (૭) શુકાભ, (૮) સુપ્રતિષ્ઠિત, (૯) રિટાય (મધ્યવતી) લેકના અંતે રહેવાને કારણે તે લોકાતિક કહેવાય છે. તેઓ વિષયવાસનાથી પ્રાયઃ મુક્ત રહે છે. એટલે એને દેવર્ષિ પણ કહેવામાં આવે છે. તીર્થકરોની દીક્ષાના અવસર પર તેઓ ઉદ્દબોધન કરે છે.
વર્ષીદાન–તીર્થકર દ્વારા એક વર્ષ સુધી પ્રતિદિન આપવામાં આવતું દાન.
વિભંગ જ્ઞાન–ઈન્દ્રિય અને મનની સહાયતાના અભાવમાં કેવલ આત્મામાં કેવલ આત્મા વડે રૂપી દ્રવ્યોને જાણવું તે અવધિજ્ઞાન છે. સમ્યગદર્શનના અભાવમાં તે જ્ઞાન વિભંગ કહેવાય છે.
વિરાધક–જે વ્રત ગ્રહણ કર્યું હોય એનું સમ્યફપણે પાલન કરવું તે. પોતાનાં દુષ્કૃત્યેની આલોચના કરી પાયશ્ચિત લેવાની પૂર્વે જ મૃત્યુને પ્રાપ્ત થઈ જવું.
વૈયાવૃત્ય–આચાર્ય, ઉપાધ્યાય, શૈક્ષ, ગ્લાન, તપસ્વી સ્થવિર, સાધર્મિક, કુલ, ગણ અને સંઘની આહાર આદિની સેવા કરવી.
શિક્ષાવ્રત– ફરી ફરી સેવન કરવા ગ્ય અભ્યાસપ્રધાન વતને શિક્ષાત્રત કહે છે. તે ચાર છે: (૧) સામાયિક વ્રત, (૨) દેશાવકાશિક વ્રત, (૩) પૌષધોપવાસ વ્રત, (૪) અતિથિસંવિભાગ ત્રત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org