________________
૧૫૪
ભગવાન મહાવીર : એક અનુશીલન લઘુ સવતે ભદ્ર પ્રતિમા
' (૧) લઘુ સર્વતોભદ્ર પ્રતિમા–અંકની સ્થાપનાનો આ પ્રકાર છે જેમાં બધી બાજુથી સમાન ચોગ (સરવાળ) આવે છે. તે સર્વતેભદ્ર કહેવાય છે. આ તપને પ્રારંભ ઉપવાસથી થાય છે. અને અનુકમે વધતાં વધતાં બાર ભક્ત સુધી પહોંચવામાં આવે છે. બીજા ક્રમમાં મધ્ય અંકને આદિ અંક માનીને તપ કરવામાં આવે છે. અને પાંચ ડેમાં એને પૂર્ણ કરવામાં આવે છે. આગળ એ જ ક્રમ ચાલુ રહે છે. એક પરિપાટીને કાલમાન ૩ મહિના ૧૦ દિવસ છે. ચાર પરિપાટી કરવામાં આવે છે. યંત્ર પ્રમાણે એનો ક્રમ ચાલે છે.
(૨) મહા સર્વ ભદ્ર પ્રતિમા–આ તપને પ્રારંભ ઉપવાસથી કરીને સાત (સેળ ભક્ત) ઉપવાસ સુધી લઈ જવામાં આવે છે. વ્રતમાં આગળ વધવાનો ક્રમ લઘુની માફક જ છે. ફેર એટલે જ છે કે લઘુમાં આ ઉત્કૃષ્ટ તપ પંચોલા છે. મહામાં ૭ ઉપવાસ છે. એક પરિપાટીનું કાલમાન ૧ વર્ષ, ૧ મહિનો અને ૧૦ દિવસ છે. એની ચાર પરિપાટી છે. ચારેયનું સંપૂર્ણ કાલમાન ૪ વર્ષ ૫ માસ ૧૦ દિવસનું છે. એની આરાધના વીર કૃષ્ણાએ કરી હતી. એને ક્રમ નીચેના યંત્ર અનુસાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org