________________
શબ્દ-કોષ
૧૪૯ મોક્ષ–સંપૂર્ણ કર્મ–ક્ષયના અનન્તર આત્માનું પિતાના સ્વરૂપમાં અધિષ્ઠાન.
યૌગલિક-માનવ સભ્યતાની પૂર્વેની સભ્યતા જેમાં માનવ યુગલ રૂપમાં જન્મ લેતા હતા. તેઓ યૌગલિક કહેવાય છે. અનેક આવશ્યક સામગ્રીની પૂતિ કલ્પવૃક્ષેથી થતી હતી.
રજોહરણ–જન શ્રમણનું એક ઉપકરણ, જે ભૂમિની સાફસૂફી કરવામાં ઉપયોગી થાય છે.
લધુસિંહ નિષ્ક્રીડિત તપ–તપનો એક પ્રકાર છે. સિંહ ચાલતો ચાલતે જેમ પાછળ ફરીને જુએ છે, તેવી રીતે તપ કરતાં કરતાં આગળ વધવાની સાથે જ પૂર્વે કરવામાં આવેલ તપ પણ કરવું. આ બે પ્રકારનું હોય છે. લઘુસિંહ નિષ્ક્રીડિત તપમાં અધિકાધિક નવ દિવસની તપસ્યા હોય છે. પછીથી એ કેમે તપમાં ઊતરતે કમ થાય ચે સંપૂર્ણ તપ કરવામાં છ મહિના અને સાત દિવસને સમય લાગે છે. આ તપની ચાર પરિપાટી છે એને કમ યંત્ર અનુસાર ચાલે છે.
- લબ્ધિ–લબ્ધિને અર્થ લાભ છે. તપસ્યા આદિ દ્વારા જ્યારે કર્મોને ક્ષય થાય ત્યારે આત્માને એટલા પ્રમાણમાં વિશુદ્ધિ અને ઉજજવલતા પ્રાપ્ત થાય છે. આત્માના ગુણ અને શક્તિઓ જે કારણે ઢંકાયેલી હતી તે કર્માકવણે દૂર થવાની સાથે જ પ્રકટ થઈ જાય છે. એના ૨૮ ભેદ છે. -
લેશ્યા–એક પ્રકારનું પૌગલિક પર્યાવરણ છે. જીવથી પુદ્ગલ અને પુદ્ગલથી જીવ પ્રભાવિત થાય છે. જીવને પ્રભાવિત કરનાર પુગલેના અનેક વર્ગ છે. એના એક વર્ગનું નામ લેશ્યા છે લેશ્યા શબ્દનો અર્થ અણવિક–આભા, કાન્તિ, પ્રભા, છાયા છે–છાયા પુદ્ગલથી પ્રભાવિત થનાર જીવ પરિણામેને પણ લેશ્યા કહેવામાં આવ્યા છે. શરીરના વર્ણ અને આહુવિક–આભાને દ્રવ્ય લેશ્યા અને વિચારને ભાવ-લેશ્યા કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org