________________
૧૪૬
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
નહીં. સો સો વર્ષે આ કૂવામાંથી એક એક કેશ કાઢવામાં આવે. તેવી રીતે, જેટલા સમયમાં તે ફે ખાલી થઈ જાય એટલે સમય તે પલ્યોપમાં કહે છે.
પા૫–અશુભ કર્મ. ઉપચારથી જે નિમિત્તથી પાપ બંધ થાય છે, તે પણ પાપ છે.
પુણ્ય–શુભ કર્મ. ઉપચારથી જે નિમિત્તથી પુણ્ય બંધ થાય છે. તે પણ પુણ્ય છે.
પૌષધ–એક અહેરાત્રને માટે ચારે પ્રકારના આહાર અને પાપપૂર્ણ પ્રવૃત્તિઓનો પરિત્યાગ કર."
પ્રત્યાખ્યાન–ત્યાગ કરે. .
પ્રવચન પ્રભાવના – વિવિધ પ્રયત્નોથી ધર્મ-શાસનની પ્રભાવના.
પ્રાયશ્ચિત–પાપ અને દેષની વિશુદ્ધિને માટે જે કિયા કરવામાં આવે છે તે પ્રાયશ્ચિત છે–તે દસ પ્રકારે કરવામાં આવે છે.
(૧) આલોચના–લાગેલા દેશને ગુરુ યા રત્નાધિકની સમક્ષ યથાવત્ નિવેદન કરવું.
(૨) પ્રતિકમણ-સહસા લાગેલ દેશે માટે સાધક દ્વારા સ્વતઃ પ્રાયશ્ચિત કરતાં કહેવું કે મારાં પાપ મિથ્યા થાઓ.
(૩) તદુભય–આલોચના અને પ્રતિકમણ.
(૪) વિવેક–અજાણમાં આધાકર્મ દેષથી યુક્ત આહાર આદિ આવી જાય તે જ્ઞાત થાય છે કે તરત એને ઉપયોગ ન કરતાં એને ત્યાગ કરી દે.
(૫) કાત્સર્ગ-એકાગ્ર થઈને શરીરની મમતાને ત્યાગ કર. - (૬) તપ—અનશન આદિ બાહ્ય તપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org