________________
ભોગેલિક પરિચય
૧૨૯
નામનું સ્થાન છે તે જ સિણવલ્લી છે. વીતભયની ઓળખ પાકિસ્તાનમાં શાહપુર જિલ્લા અન્તર્ગત આવેલ ભેરા નામના સ્થાન તરીકે કરવામાં આવેલ છે. એનું પ્રાચીન નામ ભદ્રાવતી હતું. પણ આ સંદર્ભમાં પ્રશ્ન એ છે કે નિશીથચૂર્ણિમાં વીતભય અને ઉન્નેની વચ્ચે ૮૦ જનનું અંતર હતું, તેને મેળ કેવી રીતે બેસે ?
' સુરભિપુર સુરભિપુર વિદેહથી મગધ જવાના માર્ગે આવતું હતું. અને તે ગંગાના ઉત્તર તટ પર આવેલું હતું. સંભવ છે કે વિદેહભૂમિની દક્ષિણ સીમાનું તે અંતિમ સ્થાન હોય. ભગવાન વેતાંબીથી વિહાર કરી અનુક્રમે અત્રે પધાર્યા હતા. અને નૌકા વડે ગંગા પાર કરી ધૃણાક સંનિવેશ પધાર્યા હતા.
સુવર્ણખલ કેટલાક સંનિવેશથી ચંપા તરફ જવાના માર્ગે વચમાં સુવર્ણ ખલ આવે છે. સુવર્ણખલ રાજગૃહથી પૂર્વ દિશામાં આવેલું હતું. અને વાચાલાની પાસે જે કનકપલ આશ્રમ હતું, એનાથી ભિન હતું.
સુવર્ણવાલુકો આ નદી ઉત્તર અને દક્ષિણ વાચાલાની વચ્ચે આવેલી હતી, જ્યાં આગળ ભગવાન મહાવીરનું અર્ધવસ્ત્ર ખભા પરથી નીચે પડી ગયું હતું.
સુંસુમાર ભગવાન મહાવીરનું શરણ સ્વીકારી અરોથી ચમરેદ્ર પ્રથમ દેવલોકમાં ગયે હતે.
સુંસમાર મિર્જાપુર જિલ્લામાં હાલના ચુનાર પાસે આવેલ એક પહાડી નગર હતું. કેટલાક વિદ્વાનો સુંસમારને ભર્ગોદેશની રાજધાની કહે છે.
ભ. મ. પ્ર. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org