________________
ભૌગોલિક ગરિચય
૧૨૭ કઈ જગ્યાએ હતું કે જે પ્રાચીન કલિંગના પશ્ચિમીય પ્રદેશમાં આવેલું હતું.
આ ગાંવની બહાર ભગવાન મહાવીરે ભદ્ર, મહાભદ્ર અને સર્વતો ભદ્ર પ્રતિમાપૂર્વક ધ્યાન કર્યું હતું.
સિંધુદેશ | સિંધુ-સૌવીર જનપદમાં સિંધુ અને સૌવીર બંનેનો સમાવેશ થત હતો. અભયદેવના મત પ્રમાણે સૌવીર (સિંધ) નદીની સમીપ હોવાને કારણે સિંધુ સૌવીર કહેવાતું હતું. પરંતુ બૌદ્ધ વાલ્મમાં સિંધુ અને સૌવીરને જુદા જુદા ન માનીને રુકને સૌવીરની રાજધાની કહી છે.
વૈદિક ગ્રંથ બૌધાયનમાં સિંધુ-સૌવીરને અસ્પૃશ્ય દેશ કહેવામાં આવે છે. પરંતુ ત્યાં જનાર બ્રાહ્મણને પુનઃ સંસ્કારને ચગ્ય કહ્યો છે. બૌદ્ધ સાહિત્યમાં ગાંધાર અને કાજ રાજેનો ઉલ્લેખ છે પરંતુ સિંધુ-સૌવીરની એ પ્રમાણે ચર્ચા કરી નથી. સિંધુ દેશમાં રેલનો પ્રકાપ કઈ કઈ વાર થતું રહેતું હતું. તેથી આ દેશ ચારિકા, પારિવારિકા, કાર્યાટિકા, તઐત્રિકા (બૌદ્ધ ભિક્ષુણી) અને ભાગવી આદિ અનેક પાખંડી શ્રમણીઓનું નિવાસ સ્થાન હતું. એટલે જૈન શમણેને આ દેશમાં જવાને નિષેધ હતે. જે અપરિહાર્ય કારણથી જવાનું થાય તો તરત જ પાછા ફરવાનું વિધાન કરવામાં આવ્યું હતું. ભેજન–પાણી આદિ પણ તે દેશમાં શુદ્ધતાથી ઉપલબ્ધ થતાં નહીં. માંસ–ભક્ષણને ત્યાં વિશેષ પ્રચાર હતા. ત્યાંના નિવાસી મદિરાપાન કરતા હતા અને મદિરાપાનના પાત્રથી જ પાણી પીતા હતા.૩ જ્ઞાત થાય છે કે ભગવાન મહાવીરે સિંધમાં
૧. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૧૩, ૬, પૃ. ૬૨૦ ૨. બૃહત્ક૫ ભાષ્ય ૧, ૨૮૮૧, ૪, ૫૪૧ ૩, બહ૯૯૫ ભાષ્ય ૧, ૧૨૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org