________________
ભૌગોલિક પરિચય
૧૨૫ દેવીએ ભગવાનને શીત ઉપર્સગ આપ્યો હતો. જૈન સમભાવથી સહન કરવાથી એમને લેકાવધિ જ્ઞાનની ઉપલબ્ધિ થઈ હતી.
શ્રાવસ્તી આ કૌશલ રાજ્યની રાજધાની હતી. આધુનિક વિદ્વાનોએ એની ઓળખ સહેટ-મહેટ તરીકે આપી છે. સહેટ ગેડા જિલ્લામાં આવેલું છે અને મહેટ બહરાઈચ જિલ્લામાં. મહેટ ઉત્તરમાં છે અને સહેટ દક્ષિણમાં. આ સ્થાન ઉત્તર-પૂર્વીય રેલવેના બલરામપુર સ્ટેશનથી જે સડક જાય છે એનાથી દસ માઈલ દૂર છે. બહરાઈચથી તે ૨૯ માઈલ પર આવેલું છે.
વિદ્વાન બી. સિમથના મત પ્રમાણે શ્રાવસ્તી નગર નેપાલ દેશના ખજૂરા પ્રાન્તમાં છે અને તે બાલપુરની ઉત્તર દિશામાં તથા નેપાલગંજની પાસે ઉત્તરપૂર્વીય દિશામાં આવેલું છે. યુઆન
ચ્યાં શ્રાવસ્તીને જનપદ માન્ય છે અને એને વિસ્તાર છ હજાર માન્ય છે તથા એની રાજધાની “પ્રાસાદ નગર” જણાવી છે, જેનો વિસ્તાર વીસ “લી” માને છે.
જૈન દષ્ટિએ આ નગરી અચિરાવતી (રાવ) નદીના કિનારે વસેલી હતી. જેમાં બહુ ડું પાણી રહેતું હતું. જેને પાર કરીને જૈન શ્રમણ ભિક્ષા લેવા જતા હતા. કઈ કઈ વખત સારી એવી ભરતી પણ આવતી હતી." ૧. ધી એશિયન્ટ ગ્રાફી ઓફ ઈંડિયા, પૂ, ૪૬૯-૪૭૪ ૨. જર્નલ ઓફ રોયલ એશિયાટિક સોસાયટી, ભાગ ૧, જૂન ૧૯ ૦૦ ૩. યુઆન ચુઆંગ સૂ પ્રેસ ઈન ઇડિયા, ભાગ ૧ પૃ. ૩૭૭ ૪. (ક) કલ્પસૂત્ર
(ખ) બૃહત્કલ્પસૂત્ર ૪,૩૩
(ગ) બૃહત્કલ્પસૂત્ર ૪,૫૬૩૯, પ૬૫૩ ૫. (ક) આવશ્યક ચૂર્ણિ, પૃ. ૬૦૧
(ખ) આવશ્યક હારિભદ્રીય વૃત્તિ, પૃ. ૪૬૫ (ગ) આવશ્યક મલયગિરિ વૃત્તિ, પૃ. ૫૭ (ધ) ટૌનીને કથાકેશ, પૃ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org