________________
ભૌગોલિક પરિચય
૧૨૭ અને એવા અવશેષે પ્રાપ્ત થયા. જેનાથી વૈશાલીની સ્થિતિ અંગે કોઈ પણ શંકાને અવકાશ રહ્યો નહીં. અત્રેથી બુદ્ધનાં અસ્થિઓ પણ પ્રાપ્ત થયાં કે જે અસ્થિની ચર્ચા ચીની યાત્રી યુવાન વ્યાંગ કરી હતી.
આ સ્થાન “વિશાલના ગઢ”નામે વિશ્રુત છે. એ ચતુષ્કોણ તથા ઇટથી ભરેલું છે. એની પરિધિ એક માઈલ લગભગ છે ડૉકટર બ્લાખના મત પ્રમાણે પ્રસ્તુત ગઢ ઉત્તર તરફ ૭૫૭ ફૂટ, દક્ષિણ તરફ ૭૮૦ ફૂટ, પૂર્વની તરફ ૧૬૫૫ ફૂટ અને પશ્ચિમ તરફ ૧૬૫ ફૂટ લાંબે છે. પાસેના ખેતરની અપેક્ષાએ ખંડેરોની ઊંચાઈ લગભગ ૮ ફૂટ છે. દક્ષિણ સિવાય એની ત્રણે બાજુએ ખાઈ છે. હાલમાં તે ખાઈ ૧૨૫ ફૂટ પહોળી છે પરંતુ કનિંઘમે એની પહોળાઈ ૨૦૦ ફૂટ જણાવી છે. એનાથી એ સહજપણે જ્ઞાત થઈ જાય છે કે કિલ્લાની ત્રણે બાજુ ખાઈ હતી.
ગઢની પાસે લગભગ ૩૦૦ વાર દક્ષિણ-પશ્ચિમમાં એક સ્તૂપ છે જે ઇંટનો બનાવેલ છે. જે પાસેના ખેતરથી ૨૩ ફૂટ અને ૮ ઇંચ ઊંચે છે. ધરતી પર એનો વ્યાસ ૧૪૦ ફૂટ છે. એની ચર્ચા ચીની યાત્રીઓને કરી નથી. સ્તૂપના કિનારે ખેદકામ કરવાથી મધ્યયુગના કોતરણી કરેલા બે પ્રસ્તર સ્તંભ મળી આવ્યા છે. એની સાથે ઉખનનમાં એવી સેંકડે મુદ્રાઓ મળી છે કે જેના પર અનેક રાજા અને રાણુઓનું નામ અંકિત છે.
જનયુતિ છે કે વૈશાલીમાં બાવન પુષ્કરણી (તળાવ) હતી. પરંતુ કનિંઘમને એમાંથી માત્ર ૧૦ને જ પત્તો લાગ્યો હતો.
ચીની યાત્રી ફાહિયાન અને યુવાન ચાંગ એ બન્નેએ પિતાના યાત્રાગ્રંથમાં વૈશાલીનું વર્ણન કર્યું છે.
ફાહિયાન લખે છે--વૈશાલીનગરની ઉત્તરમાં આવેલ મહાવનમાં કુટાગારવિહાર (બુદ્ધદેવનું નિવાસસ્થાન) છે. આનંદને અગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org