________________
૧૩૬
ભગવાન મહાવીર : એક અનુશીલન
છે. એક પરિપાટી(કમ)માં એક વર્ષ પાંચ મહિના અને બાર દિવસ લાગે છે. પહેલી પરિપાટીમાં પારણામાં વિકૃતિ–વર્જન આવશ્યક નથી, બીજીમાં વિકૃતિનો ત્યાગ, ત્રીજીમાં લેપનો ત્યાગ અને ચોથીમાં આયંબિલ કરવામાં આવે છે. (જુઓ ચિત્ર) .
કર્મ–આત્માની સત્ અને અસત્ પ્રવૃત્તિઓ દ્વારા આકૃષ્ટ તથા કર્મ રૂપમાં પરિણત થનાર પુદ્ગલ વિશેષ.
કુત્રિકાપણ–જે દુકાન પર ત્રણે લેકમાં મળી આવનાર સચિત્તઅચિત્ત બધા પદાર્થ પ્રાપ્ત થાય છે એને કુત્રિકા પણ કહે છે. આ દુકાનની એ મહત્વપૂર્ણ વિશેષતા હતી કે સાધારણ મનુષ્ય પાસેથી જે વસ્તુનું મૂલ્ય ૫ રૂપિયા લેવામાં આવતું હતું એનું મુલ્ય ઈમ્ભ શ્રેષ્ઠી પાસેથી એક હજાર રૂપિયા લેવામાં આવતું હતું અને ચકવતી પાસેથી એક લાખ રૂપિયા લેવામાં આવતું. દુકાન માલિક કોઈ વ્યંતર દેવને સિદ્ધ કરી લેતો હતે. તે વ્યંતર વસ્તુઓની વ્યવસ્થા કરતે હતો. કેટલાય વિનું એવું મંતવ્ય છે કે એ દુકાનો વણિક રહિત હતી. વ્યન્તર જ એને ચલાવતો.
ક્ષીરસમુદ્ર–જબુદ્વીપને વીંટળાઈ રહેલ પાંચમે સમુદ્ર, દીક્ષા લીધા પછી તીર્થકરોના લેચ કરેલ કેશ ઇન્દ્ર એમાં વિસર્જિત કરે છે. - ખાદિમ–મેવા આદિ ખાદ્ય પદાર્થ.
વચ્ચ–શ્રમને સમૂહ. ગણ–બે આચાર્યોને શિષ્ય સમુદાય.
ગણધર-જ્ઞાન, દર્શન આદિ વિશિષ્ટ ગુણોને ધારણ કરનાર તીર્થકરોના પ્રધાન શિષ્ય, જે એમની મહત્વપૂર્ણ વાણીને સૂત્રરૂપમાં સંકલિત કરે છે. | ગાથાપતિ–વિરાટ અદ્ધિ યુક્ત પરિવારને સ્વામી, જેને ત્યાં કૃષિ અને વ્યવસાય આદિ અને કાર્ય થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org