________________
૧૨૮
ભગવાન મહાવીર ઃ એક અનુશીલના સર્વ પ્રથમ ધર્મ–પ્રચાર કર્યો હતે. અને ત્યાં પધારીને રાજા ઉદ્રાયણને આહતી દીક્ષા પ્રદાન કરી હતી. એ પછી આ દેશમાં જનશ્રમને વિહાર થતો રહ્યો. દિગમ્બર પરંપરા અનુસાર રાભિલ્લ, સ્થૂલભદ્ર અને ભદ્રાચાર્યે ઉજજયિનીમાં દુષ્કાળ પડ્યો તે વખતે સિધ દેશમાં વિહાર કર્યો હતો. ભિક્ષા પ્રાપ્ત કરવા માટે ત્યાં જૈન સાધુઓને પણ સ્વચ્છ વસ્ત્રની આવશ્યકતા રહેતી હતી.૪
મહાવીરના સમયમાં સિંધુ અને સૌવીર એક સંયુક્ત રાજ્ય હતું. એની પછી સૌવીર જુદું થયું અને આધુનિક પંજાબને દક્ષિણ ભાગ સિધુમાં સમાવિષ્ટ થઈ ગયે. આજકાલ સિંધુ “સિન્ધ”ના નામથી પ્રસિદ્ધ છે અને કચછ (જે પૂર્વકાલમાં સૌવીર કહેવાતે હત) તે પંજાબની વચ્ચે ફેલાયેલો છે.
વીતભયપટ્ટન સિંધુ-સૌવીરની રાજધાની હતી. એનું અપર નામ કુંભાર પક્ષેપ (કુંભાર પકૂખેવ) જણાવવામાં આવ્યું છે. આ નગર સિણવલિમાં આવેલું હતું. સિણવલિ એક નિર્જન રણ હતું.
જ્યાં વ્યાપારીઓને ભૂખ અને તરસથી પીડાઈને પોતાના જીવનથી હાથ ધોઈ નાખવા પડતા હતા. જૈન સાહિત્યની દૃષ્ટિએ સિનપલ્લીને દીર્ઘ માર્ગ નિર્જલ અને છાંયડા વગરને હતો. કેવલ એમાં એક જ વૃક્ષ હતું. દેવપ્રભસૂરિએ પાંડવચરિત્રમાં લખ્યું છે જરાસંધની સાથે યાદવેએ સિનપલ્લીની પાસે સરસ્વતી નદીના તટ પર યુદ્ધ કર્યું હતું. અને છત થવાથી આનંદ પામી તેઓ નાચ્યા હતા. જેથી સિનપલ્લી આનંદપુર નામથી પ્રસિદ્ધ થયું હતું. મુનિ શ્રી કલ્યાણવિજયજી અનુસાર બિકાનેર રાજ્યના ઉત્તર પ્રદેશમાં આવેલ આદનપુર જ આનંદપુર હોવું જોઈએ. વિજ્ઞાની ધારણા છે કે પાકિસ્તાનમાં મુજફફરગઢ જિલ્લા અતર્ગત સનાવય યા સિનાવન ૪. નિશીથચૂર્ણિ ૧૫, ૫૦૯૪ની ચૂર્ણિ ૫. આવશ્યક ચૂર્ણ ૨, પૃ. ૩૭ છે, આવશ્યક ચૂર્ણિ, પૂ, ૩૪, ૫૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org