________________
ભૌગોલિક પરિચય
૯૯
બનારસ વારાણસીનું અપભ્રંશ નામ બનારસ છે. આ નગરી વરણ અને અસિ નદીના સંગમ પર વસેલું છે. આ નગરની બહાર કાષ્ઠક નામનું ચીત્ય હતું. જ્યાં આગળ ભગવાન મહાવીર બિરાજતા હતા. ભગવાન મહાવીરના પરમભક્ત ચુલની પિતા અને સુરાદેવ અહીંના નિવાસી હતા. અહીંના રાજા શંખે મહાવીર પાસે દીક્ષા લીધી હતી. આ ભગવાન મહાવીરનું મુખ્ય વિહારક્ષેત્ર હતું. એથી વિશેષ પરિચયને માટે જુઓ “કાશી.”
બ્રાહ્મણગ્રામ બ્રાહ્મણગામના બે પાટક હતા. એક નન્દપાટક અને બીજે ઉપનન્દપાટક. ભગવાન મહાવીરે નંદપાટકમાં નંદને ત્યાં પારણું કર્યું હતું. આ બ્રાહ્મણગ્રામ સુવર્ણખલ અને ચંપાની વચ્ચે આવેલું હતું.
ભંગિ સાડા પચ્ચીસ આર્ય દેશોમાં ભગિનું નામ પણ છે. એની રાજધાની “પાવા” હતી. સંમેતશિખર(પારસનાથ પહાડ)ની નજીકનો પ્રદેશ કે જેમાં હાલના હજારીબાગ અને માનભૂમ જિલલાનો સમાવેશ થાય છે, તે પહેલાંના સમયમાં ભંગિ જનપદના નામથી જાણ હતો.
ભદિયા આ અંગે દેશનું એક પ્રસિદ્ધ નગર હતું. બૌદ્ધ સાહિત્યમાં અનેક સ્થળ પર એને ઉલેખ થયેલ છે. કપસૂત્ર અનુસાર ભગવાને બે ચાતુર્માસ ભદિયામાં ર્યા હતા. જ્યારે આવશ્યક નિર્યુક્તિ વૃત્તિ અનુસાર અને ભગવાને એક ચાતુર્માસ કર્યો હતો.
ભાગલપુરની દક્ષિણે આઠ માઈલ પર આવેલ ભરિયા ગામ ૨. ઉપાસક દશાંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org