________________
૧૦૬
ભગવાન મહાવીર ઃ એક અનુશીલને
મર્દના સન્નિવેશ મર્દના સંનિવેશનું સ્થાન ક્યાં હતું તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. ભગવાન મહાવીર આલંભિયા, કુડાગ આદિ થઈને અત્રે પધાર્યા હતા. અને અહીંથી બહુસાલક થઈને લેહાગલા પધાર્યા હતા. મર્દના સંનિવેશમાં બલદેવના આલયમાં ભગવાન ધ્યાનસ્થ મુદ્રામાં ઊભા રહ્યા હતા.
મલયગાંવ મલયગાંવ ઉડીસાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં કે ગંડવાનામાં હેવું જોઈએ એમ મુનિશ્રી કલ્યાણવિજ્યજીને મત છે. સંગમકે ભગવાનને અહીંયાં કષ્ટ આપ્યું હતું.
મલયદેશ આ વખતે મલયદેશ નામના બે દેશ હતા. ભગવાન મહાવીરે જે મલયગામમાં વિચરણ કર્યું હતું. તે મલય પટનાથી દક્ષિણમાં અને ગયાથી નૈત્યમાં આવેલું હતું. એની રાજધાની દિલ હતી. જ્યાં ભગવાને વર્ષાવાસ વ્યતીત કર્યો હતો.
મલય સુંદર વસ્ત્રોને માટે પ્રસિદ્ધ હતું. ૧ ભદિલની ઓળખ હજારીબાગ જિલ્લાના ભધિયા નામના ગામ તરીકે આપવામાં આવે છે. જે સ્થાન હંટરગંજથી છ માઈલના અંતરે કુલુહા પહાડી પાસે આવેલ છે. જ્યાંથી નાશ પામેલા અનેક જૈન અવશેષો પ્રાપ્ત થયા છે.
આ પ્રદેશનું બીજુ મહત્ત્વપૂર્ણ સ્થાન સમેદશિખર (પારસનાથહિલ) છે. એને સમાધિગિરિ, સમિદગિરિ, મલ્લ પર્વત અને શિખર પણ કહેવામાં આવે છે. એની ગણના શત્રુંજય, ગિરનાર,
૧. (ક) અનુગદ્વાર સૂત્ર ૩૭, પૃ. ૩૦
(ખ) નિશીથસૂત્ર, ચૂર્ણિ ૭, ૧૨ ૨. ડિસ્ટ્રિકટ ગજેટિયર હજારી બાગ, પૃ. ૨૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org