________________
ભૌગોલિક પરિચય
૧૧૫ છે. રાજગિરિ બિહાર પ્રાન્તમાં પટનાથી પૂર્વે અને ગયાથી પૂર્વોત્તરમાં આવેલું છે.
લેતાર્ગલા લેહાગંલામાં ભગવાન મહાવીરને ગુપ્તચર સમજીને બંદીવાન બનાવી દેવામાં આવ્યા હતા. એ સમયે ત્યાને રાજા જિતશત્રુ હતે. લેહાર્ગલાનું સ્થાન ક્યાં હતું તે ચક્કસપણે કહેવું કઠિન છે.
મુનિ શ્રી કલ્યાણવિજયજીએ હાર્ગલા સાથે સમાનતા ધરાવતાં ત્રણ સ્થાન બતાવ્યાં છે, તે આ પ્રમાણે છે :
(૧) વરાહપુરાણ અનુસાર હિમાલયની તળેટીમાં હાર્શલ નામનું એક સ્થાન હતું.
(૨) પુષ્કર–સામોદની પાસે એક લેતાર્ગલ નામનું વૈષ્ણનું પ્રાચીન તીર્થ છે.
(૩) શાહબાદ જિલ્લાની દક્ષિણ હદમાં લોહારડગા” નામનું પ્રાચીન શહેર આવેલું છે.
આ ત્રણમાંથી કઈક લહાર્ગલામાં ભગવાન મહાવીર પધાર્યા હતા. ભગવાન મહાવીરનો વિહારક્રમ આ પ્રમાણે હતો : તેઓ આલંભિયાથી કુંડાક, મન, બહુસાલ થઈને હાર્ગલા પધાર્યા હતા અને ત્યાંથી પુરિમતાલ પધાર્યા હતા. આ કમ પર વિચાર કરીએ તે એ સ્પષ્ટ થાય છે કે પુષ્કર સમીપ જે લેહાલા છે તે, શાહબાદ જિલ્લામાં આવેલું લેહરડગા છે. આ બને તો મહાવીરના વિહાર ક્ષેત્રમાં આવતાં નથી. કેમકે પુરિમતાલથી તે બને ખૂબ દૂર છે. ત્યારે હવે બાકી રહ્યું હિમાલયની તળેટીમાં આવેલું હાર્ગલ. સંભવ છે એનું સ્થાન હિમાલયની દક્ષિણી તળેટીમાં કયાંય હોવું જોઈએ અને ત્યાં આગળ મહાવીરનું પદાર્પણ થયું હોય એ પણ સંભવ છે કે અધ્યા માતમાં જ લેતાર્ગલા નામનું કેઈ નગર હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org