________________
ભૌગોલિક પરિચય
ભગવાનના નિર્વાણ સ્થાનના નામ અંગે કોઈ પ્રકારનો વિવાદ નથી, પરંતુ પરવતી સાહિત્યમાં પાવા નામનાં ત્રણ નગરનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે એટલે એ શંકા થાય છે કે વાસ્તવમાં ભગવાનનું નિર્વાણ સ્થાન એવું નગર “પાવા” કર્યું હશે. આ અંગે નીચે પ્રમાણેનો દષ્ટિકોણ જોવા મળે છે–
કેટલાક સાહિત્યકારોની દષ્ટિએ પ્રથમ પાવા ભંગીદેશની રાજધાની હતી અને તે પ્રદેશ પારસનાથ પહાડ (સમેત શિખર)ની નજીકના ભૂમિભાગમાં ફેલાયેલું હતું. જેમાં આજના હજારીબાગ અને માનભૂમ જિલ્લાઓને વિસ્તાર સમાવિષ્ટ હતે. કેટલાય વિજ્ઞોએ આ પાવાને મલય દેશની રાજધાની માની છે, પરંતુ મુનિશ્રી કલ્યાણવિજ્યજીના મત પ્રમાણે એ મલય નહીં પણ ભંગીદેશની રાજધાની હતી. જૈન સાહિત્યમાં જે સાડા પચીસ આર્મી દેશેની ગણના કરવામાં આવી છે, એમાં ભંગીદેશ પણ છે. અને એની રાજધાની પાવા જણાવવામાં આવી છે. પં. મુનિશ્રી નથમલજીએ પણ તત્કાલીન ભંગીદેશની એાળખ આજના હજારીબાગ અને માનભૂમ જિલ્લાઓના વિસ્તાર તરીકે કરાવી છે.
બીજી પાવા નગરી મગધ જનપદમાં આવેલી હતી. એ રાજગૃહની પાસે બિહાર શરીફથી દક્ષિણ પૂર્વમાં લગભગ સાત માઈલ પર આવેલ છે. આ પાવાને મુનિશ્રી કલ્યાણવિજયજી આદિએ ભગવાન મહાવીરની નિર્વાણભૂમિ માની છે. અને અત્રે જૈન મંદિર વગેરે છે તથા જૈનતીર્થ તરીકે પ્રખ્યાત છે.
ત્રીજી પાવા નગરી કુશીનારાથી ૧૨ માઈલ દક્ષિણપૂર્વમાં આવેલી છે. આ પાવા ભગવાન મહાવીરના યુગમાં મલેની ૪. શ્રમણ ભગવાન મહાવીર પૃ. ૩૭૫ ૫. પ્રજ્ઞાપના. ૬. અતીતકા અનાવરણ, પૃ. ૧૬૪, ભારતીય જ્ઞાનપીઠ. ૭, શ્રમણ ભગવાન મહાવીર પૃ. ૩૭૫, પ્રસ્તાવના પૃ. ૩૧-૩૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org